Home /News /sport /Dasun Shanaka: રોહિત શર્માની ખેલદિલી! શ્રીલંકન કેપ્ટન 98 રને આઉટ થયો તો પણ રમવા દીધો, જુઓ VIDEO

Dasun Shanaka: રોહિત શર્માની ખેલદિલી! શ્રીલંકન કેપ્ટન 98 રને આઉટ થયો તો પણ રમવા દીધો, જુઓ VIDEO

rohit shami shanaka

INDIA VS SRILANKA: મેચની છેલ્લી ઓવરમાં શમીએ શનાકાને માંકડિંગ આઉટ કર્યો હતો પણ રોહિતે વિરોધી તેને આઉટ આપવા દીધો નહોતો. રોહિતની આ ખેલદિલી માટે વખાણ થયા હતા. જુઓ આ VIDEO

 • News18 Gujarati
 • Last Updated :
 • Guwahati [Gauhati], India
  ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ભારતનો 67 રને શાનદાર વિજય થયો હતો. ભારતીય ટીમ 373 રન જેટલો જંગી સ્કોર ખડકીને બોલિંગમાં ઉતરી હતી. ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં બેટિંગ સરળ લાગતી હતી એટ્લે વિરોધી ટીમ શ્રીલંકા પણ સારું રમી રહી હતી. કેપ્ટન દસુન શનાકાએ સદી ફટકારી હતી.

  ટોસ હારીને પ્રથમ બેટિંગ આવ્યા બાદ ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ સદીની ભાગીદારી કરી હતી. ગિલ 70 અને રોહિત 83 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલીએ 113 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોના શાનદાર યોગદાનને કારણે ભારતે 373 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.  મેચની છેલ્લી ઓવરમાં ડ્રામા 

  મેચની આખરી ઓવરમાં થોડો ડ્રામા થયો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો અને શ્રીલંકન કેપ્ટન દસુન શનાકા 98 રને રમી રહ્યો હતો. જો કે તે નોન સ્ટ્રાઇકર એન્ડ પર હતો. ત્યારે શમીએ એક બોલ દરમિયાન શનાકાને ક્રિઝ છોડીને આગળ વધતો જોઈ માંકડિંગ કરવાનો એટલે કે બોલ ફેંક્યા પહેલા જ રન આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમ્પાયરે થર્ડ અમ્પાયરને નિર્ણય કરવા માટે મોકલી આપ્યો હતો પણ કેપ્ટન રોહિત શર્માએ ખેલદિલી દર્શાવી હતી. અને સનાકાને નોટ આઉટ અપાવ્યો હતો એટલે કે તેને રમવાનું ચાલુ રાખવા માટે જણાવ્યું હતું.  આ મામલે પછીથી પોસ્ટ મેચ સેરેમની માં મુરલી કાર્તિકે રોહિતને ઘટના વિશે પૂછ્યું હતું ત્યારે રોહિત જણાવ્યું હતું કે દસુન સનાકા સારી બેટિંગ કરી રહ્યો હતો એવા સમયે અમે તેને આ પ્રકારે આઉટ કરવા નહોતા માંગતા.

  શું છે માંકડિંગ?

  જ્યારે નોન સ્ટ્રાઈકર એન્ડ પર રહેલ ક્રિકેટર બોલ ફેંકાયા પહેલા જ ક્રિઝ છોડીને આગળ વધી જાય ત્યારે બોલર તેને રનઆઉટ કરી શકે છે. તેને માંકડિંગ કહે છે. ક્રિકેટના નિયમો અનુસાર આ કાયદેસર નિયમ છે પણ કેટલાક ક્રિકેટર્સ અને ફેન્સ તેને અયોગ્ય પણ સમજે છે.  એ જો કે વિવાદનો વિષય છે.  મેચ પછી રોહિતે વિરોધી ટીમના કેપ્ટનના વખાણ કર્યા હતા કે તે ખૂબ સરસ રમ્યો હતો. એટલું જ નહીં મેચ પૂરી થયા બાદ વિરાટ અને રોહિત બંનેએ શનાકાની પીઠ થાબડી હતી. આ ભારતીય ટીમના કેપ્ટનની ખેલદિલી દર્શાવે છે.

  આ પણ વાંચો: VIRAT KOHLI: ભારતીય ક્રિકેટનો સિંહ! કિંગ કોહલીએ ફટકારી 73મી સદી, સચિનનાં રેકોર્ડની બરોબરી કરી

  રોહિતે 9500 રન પૂરા કર્યા 

  રોહિત શર્માએ પણ આ મેચમાં ODI ફોર્મેટમાં 9500 રન પૂરા કર્યા. તેણે 236મી વનડેમાં આ આંકડો પાર કર્યો છે. તે હવે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. માત્ર એમએસ ધોની, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર હિટમેનથી આગળ છે.

  " isDesktop="true" id="1317672" >

  જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિતના અંગૂઠામાં ઈજા થઈ હતી. તે આખો સમય મેદાનની બહાર રહ્યો હતો. ટીમની જરૂરિયાત જોઈને તે 9માં નંબર પર બેટિંગ કરવા ઉતર્યો. રોહિતે 28 બોલમાં અણનમ 51 રન બનાવ્યા જેમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: IND VS SL, India vs srilanka, રોહિત શર્મા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन