Home /News /sport /શમીની પત્ની હસીન જહાંનું મીડિયા સાથે ગેરવર્તન, કેમેરો તોડી નાખ્યો

શમીની પત્ની હસીન જહાંનું મીડિયા સાથે ગેરવર્તન, કેમેરો તોડી નાખ્યો

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ મંગળવારે મીડિયા સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. કોલકત્તામાં એક પત્રકારના સવાલ પર હસીન જહાંએ તેની પર હમલો કર્યો અને તેનો કેમેરા તોડી નાંખ્યો હતો.

મોહમ્મદ શમી પર હસીન જહાંએ ઘણાં મોટા આરોપો લગાવ્યાં છે જેમાં અવૈદ્ય સબંધ, જાનથી મારવાનો પ્રયત્ન જેવા આરોપો સામેલ છે. જો કે શમીએ આ બધા આરોપો સ્પષ્ટ નકાર્યા છે.

ગત રવિવારે હસીન જહાંએ પ્રેસ કોન્ફરન્સ કરી શમી પર આરોપ લગાવ્યા હતા કે, જો શમી સંબંધો સુધારવા માગે છે તો હું વિચારીશ પરંતુ જો હું સમાધાન કરવાની વાત કરું તો હું ગુનેગાર સાબિત થઈ જઇશ. લોકોને લાગશે કે, મેં શમી પર જે આક્ષેપ કર્યા છે તે ખોટા છે.



દરરોજ શમી અને પત્ની હસીનના કેસમાં નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે. કોલકાતા પોલીસે બીસીસીઆઇને પત્ર લખીને કેટલીક માહિતી માગી છે. જેમાં શમીના દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસની વિગત મગાવવામાં આવી છે.



ઉલ્લેખનીય છે કે હસીન જહાંએ પતો મોહમ્મદ શમી પર ઘણા આરોપ લગાવ્યા છે. હસીન જહાંને આ બાબત પર પોલીસ ફરિયાદ પણ નોધાવી છે. આજે જહાંએ મેજિસ્ટ્રેટની સામે પોતાનું નિવેદન આપવાનું રહેશે. બીજી બાજુ શમી પણ પોતાના બચાવ માટે નિવેદનો આપતો રહે છે

હસીન જહાં આ પહેલા પણ એક વિવાદમાં ફસાઈ ચુકી છે. હસીનનો દાવો છે કે તે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીની ક્લોઝ ફ્રેન્ડ છે. જો કે સાક્ષીએ આ વાતની પૃષ્ટિ ક્યારેય નથી કરી.
First published:

Tags: Hasin Jahan, ક્રિકેટર