બીજેપીના દબાણના કારણે બહાર થયો શમી : પાકિસ્તાન એક્સપર્ટ

News18 Gujarati
Updated: July 7, 2019, 8:32 PM IST
બીજેપીના દબાણના કારણે બહાર થયો શમી : પાકિસ્તાન એક્સપર્ટ
બીજેપીના દબાણના કારણે બહાર થયો શમી : પાકિસ્તાન એક્સપર્ટ

તે 15 વિકેટ ઝડપી ચૂક્યો છે પણ તે મુસ્લિમ હોવાના કારણે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો : પાકિસ્તાન એક્સપર્ટ

  • Share this:
આઈસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ખરાબ પ્રદર્શનના કારણે સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી શકી નથી. પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન દરમિયાન ત્યાંના ક્રિકેટ એક્સપર્ટે ઘણા અજીબ પ્રકારના નિવેદન આપ્યા હતા. જેના કારણે પ્રશંસકોએ તેમની મજાક ઉડાવી હતી. પાકિસ્તાનની ટીમ હવે સ્વદેશ પરત ફરી ચૂકી છે. જોકે તેના ક્રિકેટ એક્સપર્ટ ચૂપ થવાનું નામ લેતા નથી. પાકિસ્તાનના ક્રિકેટ એક્સપર્ટ હવે ભારતીય ટીમ ઉપર કોમેન્ટ કરી રહ્યા છે. રવિવારે પાકિસ્તાનના એક ક્રિકેટ એક્સપર્ટે એક સ્પોર્ટ્સ શો માં આરોપ લગાવતા કહ્યું હતું કે શ્રીલંકા સામે મોહમ્મદ શમીને જાણી જોઈને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દીધો હતો.

પાકિસ્તાની એક્સપર્ટે આરોપ લગાવ્યો છે કે મોહમ્મદ શમી શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો, તે 15 વિકેટ ઝડપી ચૂક્યો છે પણ તે મુસ્લિમ હોવાના કારણે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની પાછળ બીજેપીનો હાથ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે શમીને આરામ આપી રવીન્દ્ર જાડેજાની તક આપી હતી.

આ પણ વાંચો - પાકિસ્તાનની ટીમ સ્વદેશ પરત ફરી, એરપોર્ટ પર હતી આવી સ્થિતિ

ભારતીય ટીમે શ્રીલંકા સામે ટીમમાં બે ફેરફાર કર્યા હતા. ચહલના સ્થાને કુલદીપ યાદવ અને શમીના સ્થાને જાડેજાનો સમાવેશ કર્યો હતો. પિચ સ્પિનરને માફક આવે તેવી હોવાથી ભારતે જાડેજાને રમાડ્યો હતો. જાડેજાએ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું.
First published: July 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...