Home /News /sport /દશેરાની શુભકામના આપવા બદલ ક્રિકેટરોને મળી ધમકી, ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી કટ્ટરપંથીઓનાં નિશાને

દશેરાની શુભકામના આપવા બદલ ક્રિકેટરોને મળી ધમકી, ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી કટ્ટરપંથીઓનાં નિશાને

દશેરાની શુભકામના પાઠવવા બદલ ધમકી

Mohammad Shami Threatened: દેશભરમાં દશેરા ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીને કટ્ટરપંથીઓએ ધમકી આપી હતી. અગાઉ બાંગ્લાદેશી ક્રિકેટરો પણ આવા તત્વોની અડફેટે ચડી ચુક્યા છે.

    નવી દિલ્હી: બુધવારે દેશભરમાં દશેરા (Dassehra)ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. હજારો જગ્યાએ રાવણ દહન (Ravan Dahan) કરવામાં આવ્યું અને અસત્ય પર સત્યની જીતનો સંદેશ આપ્યો હતો. પરંતુ આ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી (Cricketer Mohammad Shami Threatened) સાથે કંઈક એવું થયું હતું, જેની કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી. મોહમ્મદ શમીએ દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. આ ટ્વીટ દ્વારા તેણે અભિનંદનનો સંદેશ આપ્યો હતો, પરંતુ તેનું આ ટ્વીટ કેટલાક કટ્ટરપંથીઓને ખૂબ ખટકતું હતું. તેઓએ શમી સામે ફતવો જારી કરવાની ધમકી આપી હતી.



    બાંગ્લાદેશના ક્રિકેટરોને મળી ચૂકી છે ધમકી

    દશેરા અને દુર્ગાપૂજા પર ક્રિકેટરોને ધમકી આપવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ બાંગ્લાદેશના બે ક્રિકેટરોને પણ આવી જ ધમકીઓ મળી ચૂકી છે. વર્ષ 2020માં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનને કટ્ટરપંથીઓએ ધમકી આપી હતી. બાંગ્લાદેશનો આ ખેલાડી કોલકાતાની કાલી પૂજામાં સામેલ થયો હતો. જે પછી સિલ્હેટના એક વ્યક્તિએ વિડીયો બનાવીને શાકિબ અલ હસનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ શાકિબે માફી પણ માંગી લીધી હતી.

    શાકીબ બાદ બાંગ્લાદેશના અન્ય એક ક્રિકેટર લિટન દાસને પણ આવી જ ધમકીઓ મળી હતી. 2020માં લિટન દાસે ફેસબુક પર દુર્ગા પૂજાના અભિનંદન આપ્યા બાદ ધમકી આપવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં જ નવરાત્રી પોસ્ટ કરવા બદલ લિટન દાસને ફરી ધમકી આપવામાં આવી છે.

    ધર્મ પરીવર્તન માટે કર્યુ હતું દબાણ

    હકીકતમાં લિટન દાસે 25 સપ્ટેમ્બરના રોજ મહાલયના પ્રસંગે ફેસબુક પર તેમના ચાહકોને શુભેચ્છાઓ શેર કરી હતી. બાંગ્લાદેશમાં મહાલયને દુર્ગા પૂજાની શરૂઆત માનવામાં આવે છે. લિટન દાસે ફેસબુક પર દુર્ગાપૂજાને અભિનંદન આપતા જ કટ્ટરપંથીઓ દ્વારા તેમને ધમકાવવામાં આવવા લાગ્યા હતા અને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: T20 WORLD CUP 2022: જીતના મક્કમ ઈરાદા સાથે એક અઠવાડીયું વહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ

    કટ્ટરપંથીઓએ મૂર્તિપૂજાની નિંદા કરી હતી અને "માટીથી બનેલી" વસ્તુ તરીકે હિન્દુ દેવતાની મજાક ઉડાવી હતી. ધાર્મિક સર્વોપરિતાની તેમની બનાવટી દુનિયામાં રહેતા કટ્ટરપંથીઓએ પણ આશા વ્યક્ત કરી હતી કે, લિટન દાસ કથિત 'એક સાચી શ્રદ્ધા'ના અર્થમાં ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે.



    બાંગ્લાદેશી બેટ્સમેનને મળી ચૂકી છે ધમકી

    એક ફેસબુક પોસ્ટમાં બાંગ્લાદેશી બેટ્સમેને દેવી દુર્ગાની મૂર્તિની તસવીર શેર કરી હતી અને તેને કેપ્શન આપ્યું હતું કે, "સુભો મહાલય! તે પછી તરત જ કટ્ટરપંથીઓએ તેની ટાઇમલાઇન પર આવી ચઢ્યા અને હિંદુત્વની માન્યતાઓને અનુસરવા બદલ દાસને ગાળો આપી હતી. મહાલય કૈલાસ પર્વતથી પૃથ્વી પર દેવી દુર્ગાના આગમનને દર્શાવે છે.
    First published:

    Tags: Cricket News Gujarati, Mohammad shami, Sports news, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन