Home /News /sport /મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલરને યાદ કર્યા, કહ્યું, 'અમને તેની યાદ આવે છે, તે જલ્દી જ...

મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલરને યાદ કર્યા, કહ્યું, 'અમને તેની યાદ આવે છે, તે જલ્દી જ...

મોહમ્મદ શમીએ જસપ્રીત બુમરાહને યાદ કર્યો. (એપી)

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. મોહમ્મદ શમી શાનદાર ફોર્મમાં છે અને તેણે બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડના ત્રણ ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા. શમીએ મેચ કોન્ફરન્સ દરમિયાન જસપ્રીત બુમરાહની ચર્ચા કરી હતી. શમીએ કહ્યું કે અમને આશા છે કે તે જલ્દી પરત ફરશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે ભારતીય ટીમ ઈન્દોરમાં ન્યુઝીલેન્ડ સામે આગામી મેચ રમશે. મોહમ્મદ શમી શાનદાર ફોર્મમાં છે. તેણે બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડના 3 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાની બેકબોન કહેવાતા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિના આ ટીમ એકદમ સંતુલિત દેખાઈ રહી છે. જોકે, શમીનું માનવું છે કે તેના વિના ટીમ અધૂરી છે અને આશા છે કે તે ટૂંક સમયમાં પુનરાગમન કરશે.

    શમીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'સારા ખેલાડીઓની કમી હંમેશા અનુભવાય છે. પરંતુ જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય તો રમત અટકતી નથી. અમે તેને (બુમરાહ) મિસ કરીએ છીએ કારણ કે તે ઘણો સારો બોલર છે. અમને આશા છે કે તે જલ્દી પરત ફરશે, જેથી અમારી ટીમ વધુ મજબૂત બનશે. તે પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ કે તે ક્યારે ટીમ સેટઅપ પૂર્ણ કરશે.

    તમનેે જણાવી દઈએ કે પીઠની ઈજાને કારણે બુમરાહ સપ્ટેમ્બર 2022થી ટીમની બહાર ચાલી રહ્યો છે. શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી વન-ડે મેચ માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં કોઈ કારણસર તેને પડતો મૂકવામાં આવ્યો હતો.

    આ પણ  વાંચો : UAEમાં વધુ એક ક્રિકેટર બન્યો 'Mr 360', રમ્યા વિચિત્ર શોટ, IPLમાં લાવશે તોફાન?

    ટીમ ઈન્ડિયાએ બુમરાહ વિના વર્લ્ડકપ રમ્યો હતો જેમાં તેને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. બુમરાહ ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક છે. એવી આશા છે કે તે વર્ષ 2023નો ODI વર્લ્ડ કપ રમતા જોવા મળશે. બુમરાહે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 121 વિકેટ ઝડપી છે.
    Published by:Sachin Solanki
    First published:

    Tags: Indian Cricket, Jasprit bumrah, Mohammad shami

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन