ભારતીય ક્રિકેટ ટીમ બાંગલાદેશ પ્રવાસે પહોંચી છે. ત્યાંથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે સિનયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ શ્રેણીમાં નહીં રમી શકે કારણ કે તે ઇજાગ્રસ્ત થઈ ગયો છે.
ઢાકામાં ચાર ડિસેમ્બરે પ્રથમ વન-ડે મેચ રમાવાની છે. ત્યારે આ ખરાબ સમાચારને કારણે ટીમને મોટો ફટકો પડી શકે છે. પ્રેક્ટિસ દરમિયાન થયેલી ઇજાના કારણે આવતીકાલે રમાનાર વન-ડેમાં તો નહીં પરંતુ આખી શ્રેણીમાં કદાચ ભારતીય બોલર નહીં રમી શકે એવું માનવમાં આવી રહ્યું છે.
🚨 NEWS 🚨: Umran Malik to replace Mohd. Shami in India’s ODI squad for Bangladesh series. #TeamIndia | #BANvIND
શમી ઇજાગ્રસ્ત થવાના કારણે હવે જમ્મુ કશ્મીરનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ટીમ સાથે જોડાશે. મોહમ્મદ શમી ટીમનો પ્રોમિસિંગ બોલર છે રેગ્યુલર ફાસ્ટ બોલર છે પરંતુ ફાસ્ટ બોલર્સને ઇજાના કારણે ઘણી તકલીફો ભોગવવી પડતી હોય છે. બૂમરાહ પણ ઇજાના કારણે વર્લ્ડ કપ ગુમાવી ચૂક્યો છે ત્યારે હવે બાંગલાદેશ સામેની વન-ડે શ્રેણીમાં શમીના સ્થાને ઉમરાન મલિકને સ્થાન મળ્યું છે. આવતા વર્ષે ભારતમાં વર્લ્ડકપ રમાવાનો છે. ત્યારે હવે ભારતીય ટીમ પર એક વર્લ્ડકપને લાયક ટીમ તૈયાર કરવાની જવાબદારી આવી ગઈ છે.
PTI ના અહેવાલ અનુસાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજા થઈ હતી અને ઇજા કેટલી વધારે છે તે જણાવાયું નથી પણ આખી શ્રેણીમાંથી બોલર બહાર થઈ જતાં ફેંસ અંદાજો લગાવી શકે છે કે ઇજા વધારે જ થઈ હશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર