Home /News /sport /સામે આવી શમીની કથિત ગર્લફ્રેન્ડ અલિશ્બા, ફિક્સિંગના આરોપ પર આપ્યું નિવેદન

સામે આવી શમીની કથિત ગર્લફ્રેન્ડ અલિશ્બા, ફિક્સિંગના આરોપ પર આપ્યું નિવેદન

પોતાની પત્ની હસની જહાંના આરોપનો સામનો કરી રહેલ મોહમ્મદ શમીને સોમવારે થોડી રાહત મળી હશે. સોમવારે શમીની કથિત ગર્લફ્રેન્ડ અલિશ્બા લોકો સામે આવી અને આખા મુદ્દા પર નિવેદન આપ્યું હતું. અલિશ્બા તે જ છોકરી છે જેની શાતે હસીન જહાંએ શમીના એકસ્ટ્રા મેરિટલ અફેર હોવાના આરોપ લગાવ્યા છે.

સોશિયલ મીડિયા પર થઈ હતી શમી સાથે મિત્રતા

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં અલિશ્બાએ જણાવ્યું કે, શમીને એક મિત્રના રૂપમાં તેઓ પસંદ કરે છે. તેમને જણાવ્યું કે, શમી વિશે તેમને ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પ્રથમ વખત સાંભળ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને પાકિસ્તાનના હાથે હાર મળી હતી. ત્યાર બાદ ડ્રેસિંગ રૂમમાં જતી સમયે એક પાકિસ્તાની ફેન્સ સાથે ગરમા-ગરમી થઈ ગઈ હતી. આ વિવાદના કારણે અલિશ્બાએ તેમનું નામ સાંભળ્યું અને શમીને ફોલો કરવાનું શરૂ કર્યું. તેમને શમીને ફેસબુક પર મેસેજ મોકલ્યો. શરૂઆતમાં શમીનો કોઈ જ જવાબ આવ્યો નહતો. જ્યારે જવાબ આવ્યો ત્યારે તેમની મિત્રતા શરૂ થઈ. અલિશ્બાએ કહ્યું કે, તેમની વચ્ચે બિલકૂલ સામાન્ય વાતચીત થતી હતી.

ફિક્સિંગના આરોપ પર આપી સફાઈ

અલિશ્બાએ માન્યું કે, તેઓ દૂબઈની હોટલમાં શમીને મળી હતી. અલિશ્બાએ જણાવ્યું કે, દૂબઈમાં તેમની બહેન રહે છે અને તેને મળવા તે અવાર-નવાર દૂબઈ જતી હોય છે. અલિશ્બાને જ્યારે ખબર પડી કે, શમી દૂબઈ જાય છે, તેવામાં તેને પણ તેની બહેનને મળવા માટે દૂબઈ જવાનું હતું. આ દરમિયાન તેઓ મળ્યા. તેઓ એક કલાક માટે હોટલમાં મળ્યા હતા. આ મુલાકાત એક ફેન અને સેલિબ્રિટી જેવી સામાન્ય મુલાકાત હતી. અલિશ્બાએ મેચ ફિક્સિંગના આરોપ પર કહ્યું કે, આ આરોપો વાહિયાત છે અને પાયાવિહોણા છે. શમી ક્યારેય ગદ્દારી કરી શકે નહી. સાથે તે પણ કહ્યું કે, તેઓ દરેક તપાસ માટે દરેક રીતે તૈયાર છે.
First published:

Tags: Girlfriend, Hasin Jahan, Mohammad shami, Team india

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો