Home /News /sport /T20 વર્લ્ડ કપમાં બાબર-વિરાટ કરતા વધુ ખતરનાક બનશે મોહમ્મદ રિઝવાન, 5 મેચમાં ફટકારી 4 ફિફ્ટી

T20 વર્લ્ડ કપમાં બાબર-વિરાટ કરતા વધુ ખતરનાક બનશે મોહમ્મદ રિઝવાન, 5 મેચમાં ફટકારી 4 ફિફ્ટી

T20 વર્લ્ડ કપમાં બાબર-વિરાટ કરતા વધુ ખતરનાક બનશે મોહમ્મદ રિઝવાન

Pakistan vs England: પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન અદ્ભુત ફોર્મમાં ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી રિઝવાને T-20 ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની 5મી T20 મેચમાં તેની અડધી સદીએ પાકિસ્તાનની ટીમને જીત તરફ દોરી હતી. રિઝવાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી 5 મેચમાં 4 અડધી સદી ફટકારી છે.

વધુ જુઓ ...
    Pakistan vs England: પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન અદ્ભુત ફોર્મમાં ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી રિઝવાને T-20 ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની 5મી T20 મેચમાં તેની અડધી સદીએ પાકિસ્તાનની ટીમને જીત તરફ દોરી હતી. રિઝવાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી 5 મેચમાં 4 અડધી સદી ફટકારી છે.

    મોહમ્મદ રિઝવાનની અડધી સદીની મદદથી પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું હતું. રિઝવાનના 63 રનના કારણે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડ સામે 146 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મહેમાન ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી હતી.

    આ પણ વાંચો : Mohammad Rizwan Flag: મોહમ્મદ રિઝવાને પોતાના પગથી પાકિસ્તાનનો ધ્વજ ઊંચો કર્યો, ચાહકો ભરાયા રોષે

    મોહમ્મદ રિઝવાને 5મી T20માં 46 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં આ તેની ચોથી ફિફ્ટી છે. રિઝવાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી 5 મેચમાં 79ની એવરેજથી 315 રન બનાવ્યા છે. તેનો સ્કોર 68, 88*, 8, 88 અને 63 હતો. સ્ટ્રાઇક રેટ 141 છે.

    વર્ષ 2022માં મોહમ્મદ રિઝવાને 12 મેચમાં 62ની એવરેજથી 619 રન બનાવ્યા છે. છેલ્લી 12 ઇનિંગ્સમાં તેના નામે સાત અડધી સદી છે. ત્યારે તે ઓપનિંગ કરતી વખતે બે વખત નોટઆઉટ રહ્યો હતો. જોકે, તેની ધીમી સ્ટ્રાઈક રેટ માટે તેની ટીકા થઈ રહી છે. તેણે આ રન 128.42ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે.


    મોહમ્મદ રિઝવાને છેલ્લા બે વર્ષથી T20 ઈન્ટરનેશનલમાં ખડભડાટ મચાવ્યો છે. તેણે 41 T20 ઇન્ટરનેશનલની 38 ઇનિંગ્સમાં 1945 રન બનાવ્યા છે. આ દરમિયાન તે 10 વખત નોટઆઉટ પણ રહ્યો હતો. છેલ્લી 38 ઇનિંગ્સમાં તે 20 વખત પચાસ કે તેથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામે તેની T20 કારકિર્દીની એકમાત્ર સદી પણ ફટકારી હતી.

    મોહમ્મદ રિઝવાન એ પસંદગીના ખેલાડીઓની યાદીમાં સામેલ છે જેમની T20 ઈન્ટરનેશનલમાં સરેરાશ 50થી વધુ છે. તેણે 67 મેચમાં 54ની એવરેજથી 2258 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં તેના નામે 1 સદી અને 20 અડધી સદી છે.

    મોહમ્મદ રિઝવાન હાલમાં T20 ઈન્ટરનેશનલમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન પણ છે. તેના પછી ભારતના સૂર્યકુમાર યાદવનો નંબર આવે છે. બાબર આઝમ ત્રીજા સ્થાને છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन
    विज्ञापन