Home /News /sport /Mohammad Rizwan Flag: મોહમ્મદ રિઝવાને પોતાના પગથી પાકિસ્તાનનો ધ્વજ ઊંચો કર્યો, ચાહકો ભરાયા રોષે

Mohammad Rizwan Flag: મોહમ્મદ રિઝવાને પોતાના પગથી પાકિસ્તાનનો ધ્વજ ઊંચો કર્યો, ચાહકો ભરાયા રોષે

મોહમ્મદ રિઝવાને પોતાના પગથી પાકિસ્તાનનો ધ્વજ ઊંચો કર્યો

Mohammad Rizwan Insulting Pakistan Flag: પોતાની શાનદાર બેટિંગના કારણે પાકિસ્તાનમાં હીરો બની ગયેલા મોહમ્મદ રિઝવાનથી એવી ભૂલ થઈ ગઈ કે જેના કારણે તે વિલન બની ગયો છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં પગ વડે રાષ્ટ્રધ્વજ ઉંચો કરવાને કારણે તે સોશિયલ મીડિયા પર ચાહકોના નિશાના પર છે.

વધુ જુઓ ...
    Mohammad Rizwan Insulting Pakistan Flag: પોતાની શાનદાર બેટિંગના કારણે પાકિસ્તાનમાં હીરો બની ગયેલા મોહમ્મદ રિઝવાનથી એવી ભૂલ થઈ ગઈ કે જેના કારણે તે વિલન બની ગયો છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં પગ વડે રાષ્ટ્રધ્વજ ઉંચો કરવાને કારણે તે સોશિયલ મીડિયા પર ચાહકોના નિશાના પર છે.

    પાકિસ્તાનના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન વર્તમાનમાં તાબડતોડ બેટિંગ કરીને બધાને ચોકાવી રહ્યો છે. તે T20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે અને તેણે T20 વર્લ્ડ કપ અને એશિયા કપમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તેનાથી તે ચાહકોમાં હીરો બની ગયો છે. જો કે, ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ આવી ઘટના બની જેના કારણે તે પોતાના ચાહકોમાં વિલન બની ગયો છે.

    આ પણ વાંચો : 'આ પિચ પર બેટિંગ કરવી આસાન ન હતી...' જીત છતાં રોહિત શર્માએ આવું કેમ કહ્યું?

    મોહમ્મદ રિઝવાન મેચ પછી ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન કંઈક એવું બન્યું જેનાથી ચાહકો અકળાઈ ગયા. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના પગ વડે દેશનો રાષ્ટ્રધ્વજ ઊંચકતો જોવા મળી રહ્યો છે. આ પછી ગુસ્સામાં પાકિસ્તાની ચાહકોનું લોહી ઉકળવા લાગ્યું. ગુસ્સાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘણા ચાહકોએ રિઝવાનને પ્રાણી પણ કહી દીધું છે.



    વીડિયોમાં જમણા હાથનો બેટ્સમેન ટી-શર્ટ, કેપ અને રાષ્ટ્રધ્વજ પર તેના ચાહકો માટે ઓટોગ્રાફ પર સહી કરતો જોવા મળ્યો હતો. ક્લિપના અંતમાં રિઝવાન પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને પગ વડે ઉંચો કરતો જોવા મળ્યો હતો. આને લઈને દરેક લોકો નારાજ છે.

    જણાવી દઈએ કે, પાકિસ્તાન ઘરઆંગણે ઈંગ્લેન્ડ સાથે સાત મેચની T20I શ્રેણી રમી રહ્યું છે. પાકિસ્તાને તેમની ચોથી T20 જીત નોંધાવી હોવાથી ચાર મેચો પૂર્ણ થયા બાદ શ્રેણી 2-2 થી બરાબર છે. આ મેચમાં પણ રિઝવાને 88 રન બનાવ્યા હતા.


    રિઝવાને ચાર ઇનિંગ્સમાં 141.57ની સ્ટ્રાઇક રેટથી 252 રન બનાવ્યા છે. તેણે શ્રેણીમાં ત્રણ અડધી સદી ફટકારી છે અને તે સૌથી વધુ રન બનાવવાની યાદીમાં અવ્વલ છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે પાંચમી T20 રમાશે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन