આ ભારતીય ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ, લખ્યો ભાવુક ઇમેલ

News18 Gujarati
Updated: July 13, 2018, 3:21 PM IST
આ ભારતીય ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ, લખ્યો ભાવુક ઇમેલ
ફાઇલ ફોટો (સાભાર - ટ્વિટર)

  • Share this:
ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. કૈફ લગભગ 12 વર્ષ પહેલા ભારતીય ટીમ તરફથી અંતિમ મેચ રમ્યો હતો. ટીમમાં તે નીચલા મધ્યમક્રમમાં બેટિંગ કરતો હતો. 37 વર્ષનો કૈફ ભારત તરફથી 13 ટેસ્ટ, 125 વન-ડે રમ્યો હતો. 2002માં નેટવેસ્ટ સીરિઝની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 87 રનની યાદગાર ઇનિંગ્સ રમીની ટીને જીત અપાવી હતી.

પોતાની નિવૃત્તિની જાહેરાક કૈફે એક ઇમેલ દ્વારા કરી હતી. ઇમેલમાં કૈફે લખ્યું હતું કે હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું. હાલ ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં નેટવેસ્ટ સીરિઝ રમવા ગઈ છે. આ પ્રસંગે નિવૃત્ત થતા કૈફ ભાવુક થઈ ગયો હતો. કૈફે લખ્યું હતું કે હું આજે નિવૃત્ત થઈ રહ્યો છું, તે ઐતિહાસિક નેટવેસ્ટ સિરીઝને 16 વર્ષ થઈ ગયા છે, જેનો હું સભ્ય હતો. ભારત તરફથી રમવું માટે માટે ખુશીની વાત છે.

દક્ષિણ આફ્રિકામાં 2003માં ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ત્યારે કૈફ તે ટીમનો સભ્ય હતો. યુવરાજ સિંહ, કૈફ એ ખેલાડીઓમાં છે જે અંડર-19 ટીમમાંથી ઉભરીને બહાર આવ્યા હતા. કૈફે ઉત્તરપ્રદેશ તરફથી રણજી ટ્રોફી પણ જીતી હતી.
First published: July 13, 2018, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading