પાક ટીમમાં આવ્યો ખતરનાક બોલર, 7 મેચમાં ઝડપી 36 વિકેટ

News18 Gujarati
Updated: May 26, 2018, 11:44 AM IST
પાક ટીમમાં આવ્યો ખતરનાક બોલર, 7 મેચમાં ઝડપી 36 વિકેટ

  • Share this:
પાકિસ્તાની ક્રિકેટ ટીમ હંમેશાથી ફાસ્ટ બોલરો માટે જાણીતી છે. નેવું અને શરૂઆતી 2000 દશકામાં જ્યાં વસીમ અકરમ, વકાર યૂનુસ અને શોએબ અખ્તર જેવા ખતરનાક બોલર્સ ગેમ ચેન્જર સાબિત થયા હતા. તો પાછલા કેટલાક વર્ષોમાં મોહમ્મદ આમિર અને હસન અલીએ અન્ય ટીમોની મુશ્કેલીઓમાં વધારો કરી નાંખ્યો છે. હવે પાકિસ્તાની ટીમમાં વધુ એક ખતરનાક બોલરની એન્ટ્રી થઈ ગઈ છે. આ બોલરનું નામ છે મોહમ્મદ અબ્બાસ.

28 વર્ષના અબ્બાસે વર્ષ 2017માં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ કર્યા બાદથી અત્યાર સુધી તેને તેની બોલિંગથી રીતસરનું કહેર વરસાવ્યો છે. અબ્બાસની ખાસ વાત તે છે કે,  બોલને સ્વિંગ કરવાની ખાસિયત તેના ડીએનએમાં હોય તેવું લાગી રહ્યું છે. આ કારણે જ અબ્બાસે આર્યલેન્ડ અને ઈંગ્લેન્ડના ખેલાડીઓને રીતસરના નચાવી નાંખ્યા હતા.

અબ્બાસ વર્તમાન સમયમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડ ટેસ્ટ રમવામાં વ્યસ્ત છે. તેને આ મેચની પહેલી ઈનિંગમાં ધારદાર બોલિંગ કરી અને 14 ઓવરમાં સાત મેડન નાંખીને 23 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી છે. અબ્બાસની શાનદાર બોલિંગની મદદથી ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 184 રનો પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ કારણે પાકિસ્તાને મેચમાં મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.

સૌથી ઓછા રન ખર્ચ કરે છે અબ્બાસ

અબ્બાસની ઓવરમાં રન બનાવવા એટલે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. તે અત્યાર સુધી 7 ટેસ્ટ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેને 68 મેડન ઓવર નાંખી છે. સાથે જ તે વિકેટ નિકાળવામાં પણ તે પાછળ નથી અને અત્યાર સુધી તેને 36 વિકેટ પોતાના નામે કરી નાંખી છે. અત્યાર સુધીમાં જોયું છે કે, ભારતીય ઉપમહાદ્વિપના બોલર બહારના મહાદ્વીપોમાં પોતાની ઘાતક બોલિંગની અસર છોડવામાં નિષ્ફળ રહે છે પરંતુ અબ્બાસે ઈંગ્લેન્ડ અને આર્યલેન્ડમાં કાળો કેર વર્તાવ્યો છે. પાછલા દિવસોમાં આર્યલેન્ડમાં રમાયેલ એકમાત્ર ટેસ્ટમાં તેને 9 વિકેટ પોતાના નામે કરી હતી અને શાનદાર બોલિંગથી ક્રિકેટ જગતમાં છવાઈ ગયો હતો. અબ્બાસની બોલિંગ પ્રત્યે ધ્યાન આપવા જેવી બાબતે તે છે કે, તેની ઈકોનોમી માત્ર 2.44ની છે, આ જોતા તેને ટૂંક સમયમાં જ પાકિસ્તાની વનડે ટીમમાં એન્ટ્રી મળી શકે છે.

ફર્સ્ટ કલાસમાં પણ છે શાનદાર રેકોર્ડશાનદાર પ્રદર્શન કરવા છતાં અબ્બાસને ફર્સ્ટ કલાસમાં ડેબ્યૂ કર્યાના 9 વર્ષ બાદ પાક ટીમમાં તક મળી છે. આના પરથી પાકિસ્તાની મેનેજમેન્ટની કેવી સ્થિતિ હશે તે જોઈ શકાય છે. અબ્બાસે અત્યાર સુધી 72 ફર્સ્ટ કલાસ મેચોમાં 20.95ની એવરેજ સાથે 320 વિકેટ ઝડપી છે. અબ્બાસે પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર પસંદગીકારોને તેની પસંદગી કરવા માટે મજબૂર કરી દીધા હતા.

વર્ષ 2019 વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં જ રમાવાનો છે, આ કારણે અબ્બાસને પાકિસ્તાનની ટીમમાં ત્રીજા લીડ બોલર્સ તરીકે જગ્યા મળી શકે છે. સ્વભાવિક છે કે, મોહમ્મદ આમિર, હસન અલી સાથે તે વધારે ખૂંખાર થઈ જશે. એવામાં 2019ના વર્લ્ડકપમાં તે પાકિસ્તાન માટે કાળીનો એક્કો સાબિત થઈ શકે છે.
First published: May 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading