Mirabai Chanu Silver Medal: ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ ફરી ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે ફરી વર્લ્ડ ચેમ્પિયનને પછાડીને સિલ્વર મેડલ જીત્યો છે અને ઓલિમ્પિક માટે દાવેદારી મજબૂત કરી દીધી છે.
Mirabai Chanu silver medal: ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)એ પેરિસ ઓલિમ્પિક (Paris Olympic) માટે જોરદાર કમબેક કર્યુ છે. મંગળવારે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ (Silver Medal in World Championship) જીત્યો હતો. તેમણે આ ઓલિમ્પિકમાં કુલ 200 કિલો વજન ઉઠાવ્યું હતું. મીરાબાઈ છેલ્લા કેટલાક સમયથી કાંડાની ઈજાના કારણે આરામ પર હતી. પરંતુ આમ છતાં તે આ મેડલ મેળવવામાં સફળ રહી હતી. તેણે સ્નેચમાં 87 કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં 113 કિગ્રા વજન ઉંચક્યું હતું.
કાંડામાં ઇજા થતાં બ્રેક પર હતી ચાનુ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજો મેડલ અને બીજો ગોલ્ડ મેડલ જીત્યા બાદ પહેલી વખત કોઈ ઈવેન્ટમાં પ્રવેશ કર્યો હતો. તેને કાંડામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે રમતથી થોડા સમય માટે દૂર હતી. જોકે હવે તેણે જોરદાર કમબેક કર્યુ છે. મીરાબાઈ સામે આ વેઇટ કેટેગરીમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ હતા, પરંતુ તેમ છતાં તે મેડલ જીતવામાં સફળ રહી હતી. આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનના જિયાંગ હુઈહુઆના નામે રહ્યો હતો. જેણે કુલ મળીને 206 કિગ્રા વજન ઉંચક્યું હતુ. બીજી તરફ ઓલિમ્પિક ચેમ્પિયન હૂ જાહિઝુઈ માત્ર 198 કિગ્રા વજન ઉંચકીને માત્ર બ્રોન્ઝ મેડલ જીતી શકી હતી અને મીરાબાઈથી પાછળ રહી હતી.
મીરાબાઈની ઈજાની અસર ક્યાંકને ક્યાંક તેની રમત પર દેખાઈ રહી હતી. આ કારણે તે માત્ર મુખ્ય ટુર્નામેન્ટોમાં જ ભાગ લઈ રહી છે. પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવવા માટે આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ખૂબ જ મહત્વની રહી હતી. અહીં સિલ્વર મેડલથી મીરાબાઈને મહત્વના પોઈન્ટ્સ મળ્યા હતા, જે ફાઈનલ ક્વોલિફિકેશન રેન્કિંગમાં ઉપયોગી સાબિત થશે. મીરાબાઈની નજર હવે આવતા વર્ષે યોજાનારી 2023ની વર્લ્ડ ચેમ્પિયનશીપ અને 2024ના વર્લ્ડ કપ પર રહેશે, જ્યાં ભાગ લેવો તેના માટે ખુબ જ જરૂરી છે.
" isDesktop="true" id="1296277" >
જેરેમી અને સંકેત નહીં લે ભાગ
વર્ષ 2024ના ઓલિમ્પિક ક્વોલિફિકેશનના નિયમ અનુસાર, 2023ની વર્લ્ડ ચેમ્પિયનશીપ અને 2024ના વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે વેઈટલિફ્ટરની જરૂર પડે છે. આ સિવાય વેઇટલિફ્ટરને અન્ય ત્રણ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો છે. ભારતનો સૌપ્રથમ યુથ ઓલિમ્પિક ચેમ્પિયન જેરેમી જુલાઈમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાના અભિયાન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે આ ટુર્નામેન્ટનો હિસ્સો નથી. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા સંકેત સાગરને કોણીમાં ઈજા થઈ હતી. જેની સર્જરી કરવામાં આવી હતી, જેના કારણે તે પણ ભાગ નથી લઈ રહ્યો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર