Home /News /sport /Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈએ ભારતને અપાવ્યો પ્રથમ મેડલ
Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈએ ભારતને અપાવ્યો પ્રથમ મેડલ
મીરાબાઈ ચાનૂ.
India win first Medal in Tokyo Olympic 2020: વેઇટ લિફ્ટિંગના ઇતિહાસમાં ભારતના નામે આ બીજો મેડલ છે. આ પહેલા સિડની ઓલિમ્પિક (2000)માં ભારતને મેડલ મળ્યો હતો. આ મેડલ કર્ણમ મલ્લેશ્વરીએ અપાવ્યો હતો.
નવી દિલ્હી: Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે સિલ્વર મેડલ (India Silver Medal) સાથે ખાતું ખોલાવ્યું છે. દેશની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49 કિલોગ્રામ વર્ગમાં આ પ્રથમ મેડલ જીત્યો (Mirabhai Chanu wins Silver Medal) છે. વેઇટલિફ્ટિંગના ઇતિહાસમાં ભારતના નામે આ બીજો મેડલ છે. આ પહેલા સિડની ઓલિમ્પિક (2000)માં ભારતને મેડલ મળ્યો હતો. આ મેડલ કર્ણમ મલ્લેશ્વરીએ અપાવ્યો હતો. મીરાબાઈ ચાનૂ પ્રથમ ભારતીય વેઇટ લિફ્ટર છે જેને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હોય.
મીરાબાઈએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 84 કિલોગ્રામ અને બીજા પ્રયામાં 87 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. જોકે, ત્રીજા પ્રયાસમાં તેણી 89 કિલોગ્રામ વજન ઊંચકવામાં નિષ્ફળ રહી હતી. 94 કિલોગ્રામ વજન સાથે ચીનની વેઇટ લિફ્ટર ઝિહૂ પ્રથમ નંબર પર રહી હતી, જે ઓલિમ્પિકનો રેકોર્ડ છે.
ભારતીય હોકી ટીમે ટોક્યોમાં જીતથી શરૂઆત કરી છે. એક ગોલથી પાછળ રહ્યા બાદ વાપસી કરતા ભારતીય પુરુષ હોકી ટીમે ગોલકીપર પીઆર શ્રીજેશના શાનદાર પ્રદેશનની મદદથી ન્યૂઝીલેન્ડને 3-2થી હાર આપી છે. આ સાથે જ ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં જીત સાથે શરૂઆત કરી છે. છેલ્લા ચાર દશકામાં ઓલિમ્પિક પદક જીતવાનો પ્રયાસ કરનારી ભારતીય ટીમે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરતા ગ્રુપ-એનો આ મુકાલબો જીતી લીધો છે. અનેક વીડિયો રેફરલ સાથે રમવામાં આવેલી આ મેચમાં આખરી મિનીટોમાં ન્યૂઝીલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેને શ્રીજેશે ગોલમાં બદલવા દીધી ન હતો.
ભારતીય હોકી ટીમ 25મી જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા સામે બીજી મેચ રમશે. ઓસ્ટ્રેલિયાએ પણ જીત સાથે રમતની શરૂઆત કરી છે. ટીમે યજમાન જાપાનને 5-3થી હાર આપી હતી. ગ્રુપ-એમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આર્જેન્ટીના, સ્પેન અને જાપાન છે. જ્યારે ગ્રુપ-બીમાં બેલ્જિયમ, કેનેડા, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ અને જર્મન છે. બંને ગ્રુપની ટોપ ટીમને ક્વાર્ટર ફાઇલમાં જગ્યા મળશે.
" isDesktop="true" id="1117534" >
પહેલી ઓગસ્ટથી નૉકઆઉટ મેચ
હૉકીમાં ગ્રુપ સ્ટેજની રમત 24મી જુલાઈથી શરૂ થઈ છે. ગ્રુપ સ્ટેજની મેચો 30મી સુધી ચાલશે. 1 ઓગસ્ટથી નૉકઆઉટ રાઉન્ડ શરૂ થશે. ક્વાટર ફાઇનલ પહેલી ઓગસ્ટના રોજ, ત્રીજી ઓગસ્ટના રોજ સેમીફાઇનલ જ્યારે ફાઇનલ પાંચમી ઓગસ્ટના રોજ યોજાશે. 2016ના રિયો ઓલિમ્પિકની વાત કરવામાં આવે તો આર્જેન્ટીનાએ ગોલ્ડ મેડલ, બેલ્જિયમે સિલ્વર અને જર્મનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમ આઠમાં નંબર પર રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર