CoronaVirus : IPL આયોજિત કરવાના પક્ષમાં નથી વિદેશ મંત્રાલય, આપ્યું આવું નિવેદન

News18 Gujarati
Updated: March 12, 2020, 6:19 PM IST
CoronaVirus : IPL આયોજિત કરવાના પક્ષમાં નથી વિદેશ મંત્રાલય, આપ્યું આવું નિવેદન
CoronaVirus : IPL આયોજિત કરવાના પક્ષમાં નથી વિદેશ મંત્રાલય, આપ્યું આવું નિવેદન

દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનના આયોજનને લઈને સંકટના વાદળ ઉભા થયા છે

  • Share this:
નવી દિલ્હી : દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની 13મી સિઝનના આયોજનને લઈને સંકટના વાદળ ઉભા થયા છે. દેશમાં જ્યારે કોરોના વાયરસ (CoronaVirus)ના મામલા વધી રહ્યા છે ત્યારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે તે વર્તમાન સમયમાં આ ટૂર્નામેન્ટના આયોજનના પક્ષમાં નથી. દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે સરકારે બુધવારે બધા વિદેશી વિઝાને 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

વિદેશ મંત્રાલયને જ્યારે આઈપીએલ પર કોરોના વાયરસના પ્રભાવને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ નિર્ણય આયોજકોએ લેવાનો છે. વિદેશ મંત્રાલયના મતે આઈપીએલનું આયોજન કરવાનું છે કે નહીં આ નિર્ણય આયોજકોએ લેવાનો છે. અમારી સલાહ તો એ છે કે વર્તમાન સમયમાં આ આયોજન ના કરવામાં આવે. જો આયોજક ટૂર્નામેન્ટ આયોજીત કરવા માંગે છે તો તે તેમનો નિર્ણય છે.

આ પણ વાંચો - ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વન-ડે રદ, વરસાદના કારણે ટોસ પણ ન થયો

આ પહેલા ખેલ મંત્રાલયે કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતા બીસીસીઆઈ સહિત બધા રાષ્ટ્રીય ખેલ મહાસંઘોને સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ માનવા અને સ્પર્ધા દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાથી બચવા કહ્યું છે. રમત સચિવ રાધે શ્યામ જુલાનિયાએ કહ્યું હતું કે દેશમાં સ્પોર્ટ્સની સ્પર્ધા ચાલું રહી શકે છે પણ મોટી સંખ્યામાં લોકો હાજર ના રહે.

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 73 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પૃષ્ટી કરી છે કે કુલ 73 મામલામાં 56 ભારતીય અને 17 વિદેશી છે.
First published: March 12, 2020, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading