Home /News /sport /

ઇંગ્લેન્ડના પૂર્વ સુકાનીએ ચેતવ્યો, ક્યાંક તાનાશાહ ના બની જાય વિરાટ કોહલી

ઇંગ્લેન્ડના પૂર્વ સુકાનીએ ચેતવ્યો, ક્યાંક તાનાશાહ ના બની જાય વિરાટ કોહલી

ભારતીય સુકાની વિરાટ કોહલી હંમેશા પોતાના આક્રમક વલણને લઈને ચર્ચામાં રહે છે

બિયર્લીએ કહ્યું હતું કે કોહલીએ પોતાની અંદરની તે ક્ષમતા વિકસિત કરવી પડશે જેના દ્વારા તે ખેલાડીઓને સામાન્ય રીતે એ બતાવી શકે કે શું કરવાનું છે અને શું નહીં. જ્યારે તમે તાનાશાહ બની જાવ છો ત્યારે તમે બીજાની સલાહ સાંભળવાનું પસંદ કરતા નથી

વધુ જુઓ ...
    ભારતીય સુકાની વિરાટ કોહલી હંમેશા પોતાના આક્રમક વલણને લઈને ચર્ચામાં રહે છે. કોઈ ખેલાડી કેચ છોડે કે મિસફિલ્ડ કરે પર તેના ચહેરાના હાવભાવ જોવા લાયક હોય છે. તે એકદમ આક્રમક મુડમાં આવી જાય છે. હવે તેની આક્રમકતા પર ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ બિયર્લીએ સવાલ ઉઠાવ્યા છે. બિયર્લીએ કહ્યું હતું કે ક્યાંક વિરાટ તાનાશાહ ન બની જાય. જો આમ થશે તો સારું થશે નહીં.

    બિયર્લીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને તેની રમત પસંદ છે. તે એક ઘણો હોશિયાર સુકાની છે અને જ્યારે મેદાન ઉપર રહે છે ત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન રમત ઉપર કેન્દ્રીત જ રહે છે. જોકે આ સાથે તે મેદાનમાં વધારે આક્રમક જોવા મળે છે. આવા સમયે મને આશંકા છે કે તે તાનાશાહ ન બની જાય.

    બિયર્લીએ આગળ કહ્યું હતું કે કોહલીએ પોતાની અંદરની તે ક્ષમતા વિકસિત કરવી પડશે જેના દ્વારા તે ખેલાડીઓને સામાન્ય રીતે એ બતાવી શકે કે શું કરવાનું છે અને શું નહીં. જ્યારે તમે તાનાશાહ બની જાવ છો ત્યારે તમે બીજાની સલાહ સાંભળવાનું પસંદ કરતા નથી. તમે તાનાશાહની જેમ વર્તુણક કરો છો તો બીજા ખેલાડી તમારી સલાહ લેવાથી ડરે છે. જરૂર છે કે ટીમમાં 11 સુકાની હોવા જોઈએ.
    First published:

    Tags: Mike brearley, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन