એક મેચમાં શાનદાર પ્રદર્શન કરવાથી સારા વિકેટકીપર નથી બની શકતા, વૉને પંત પર ઉઠાવ્યા સવાલ

એક મેચમાં શાનદાર પ્રદર્શન કરવાથી સારા વિકેટકીપર નથી બની શકતા, વૉને પંત પર ઉઠાવ્યા સવાલ
એક મેચમાં શાનદાર પ્રદર્શન કરવાથી સારા વિકેટકીપર નથી બની શકતા, વૉને પંત પર ઉઠાવ્યા સવાલ

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

  • Share this:
    નવી દિલ્હી : વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બે શાનદાર કેચ પકડ્યા હતા અને 2 ખેલાડીઓને સ્ટમ્પિંગ આઉટ કર્યા હતા. પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પંતના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે મેચ પૂર્ણ થતા કહ્યું કે એક જ ટેસ્ટ મેચમાં સારુ પ્રદર્શન કરતા તમે સારા વિકેટકીપર બની શકતા નથી.

    માઇક વૉને કહ્યું કે હું સાચું કહીશ કે ટીમ ઇન્ડિયા સૌથી મોટો પોઝિટિવ પોઇન્ટ પંતની વિકેટકીપિંગ હતી. મને લાગે છે કે આ ટીમ ઇન્ડિયા માટે મોટો સવાલ બનશે કે શું તે લાબા સમય સુધી બેસ્ટ બની રહેશે કે નહી. વિકેટકીપર તરીકે તમે કેચ છોડો તો તમે બેસ્ટ નથી. બેસ્ટ બનવા માટે કેચ પકડવા જરૂરી છે અને સ્ટમ્પિંગ કરવી પણ જરૂરી છે.



    આ પણ વાંચો - IPL auctions 2021: રાજસ્થાન રોયલ્સ આ 5 ખેલાડીઓ પર લગાવી શકે છે દાવ

    મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા ટૂર સમયે પંતની વિકેટકીપિંગને લઇને સવાલ ઉભા થયા હતા. તેણે અનેક કેચ છોડ્યા હતા અને અનેક વાર બોલ પકડવામાં પણ અસક્ષમ રહ્યો હતો. પરંતુ ચેન્નાઇ ટેસ્ટમાં તેણે સારુ પ્રદર્શન કર્યું હતું જેથી સુનીલ ગાવસ્કર સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓએ તેના વખાણ કર્યા હતા.

    અત્યાર સુધી 71 કેચ અને 5 સ્ટમ્પિંગ પંતના નામે

    23 વર્ષના પંતનો ટેસ્ટ રેકોર્ડ જોઇએ તો તે અત્યાર સુધી 18 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 71 કેચ ઝડપ્યા છે અને 5 સ્ટમ્પિંગ પણ કર્યા છે. સાથે જ તેણે બેટીંગ પણ સારી કરી છે. માટે જ રીદ્ધિમાન સાહાના સ્થાને પંતને સ્થાન મળી રહ્યું છે. પંતે ટેસ્ટમાં 45ની એવરેજથી 1256 રન કર્યા છે. જેમાં 2 સદી અને 6 ફિફ્ટીનો સમાવેશ થાય છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 159 રન છે. વન-ડેની વાત કરીએ તો પંતે 16 મેચમાં 8 કેચ અને 1 સ્ટમ્પિંગ કર્યું છે. તેણે 27ની એવરેજ સાથે 374 રન બનાવ્યા છે. જેમાં તે માત્ર એક જ ફીફ્ટી મારવામાં સફળ રહ્યો છે. ટી-20માં પંત અત્યાર સુધી 28 મેચ રમ્યો છે જેમાં 7 કેચ અને 4 સ્ટમ્પિંગ કર્યા છે. જ્યારે 21ની એવરેજથી 410 રન કર્યા છે જેમાં 2 ફીફ્ટીનો સમાવેશ થાય છે.
    Published by:Ashish Goyal
    First published:February 17, 2021, 18:09 pm

    ટૉપ ન્યૂઝ