Home /News /sport /ઇંગ્લેન્ડ સામે ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ પહેલા બેટિંગ કોચ સૂર્યકુમાર યાદવથી ડર્યા, કહ્યુ- સસ્તામાં આઉટ થઇ જાય

ઇંગ્લેન્ડ સામે ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ પહેલા બેટિંગ કોચ સૂર્યકુમાર યાદવથી ડર્યા, કહ્યુ- સસ્તામાં આઉટ થઇ જાય

સૂર્યકુમાર યાદવ અને માઇકલ હસી (ફાઇલ ફોટો)

T20 Worldcup: ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને ઇંગ્લેન્ડના બેટિંગ કોચ માઇકલ હસીએ ચોકાવનારૂ નિવેદન આપ્યુ છે. માઇકલ હસીએ કહ્યુ કે તે ઇચ્છે છે કે સૂર્યકુમાર યાદવ ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચમાં વધુ રન ના બનાવી શકે.

વધુ જુઓ ...
    T20 Worldcup: ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને ઇંગ્લેન્ડના બેટિંગ કોચ માઇકલ હસીએ ચોકાવનારૂ નિવેદન આપ્યુ છે. માઇકલ હસીએ કહ્યુ કે તે ઇચ્છે છે કે સૂર્યકુમાર યાદવ ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચમાં વધુ રન ના બનાવી શકે.

    સૂર્યકુમાર યાદવે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ મેચમાં આક્રમક રમત રમી હતી. સૂર્યકુમાર જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર 87/2 હતો. ભારતે 14 રનની અંદર બે વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે તેને હાર્દિક પંડ્યા (18) સાથે મળીને પાંચમી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી, સૂર્યકુમાર યાદવે આક્રમક રમત રમતા માત્ર 25 બોલમાં 6 ફોર અને ચાર સિક્સરની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવે એવા એવા શોટ્સ ફટકાર્યા હતા જેનાથી દરેક કોઇ ચોકી ગયુ હતુ.

    સૂર્યકુમાર યાદવને લઇને માઇકલ હસીએ આપી ચોકાવનારી પ્રતિક્રિયા

    માઇકલ હસીએ કહ્યુ કે તે ઇચ્છે છે કે સૂર્યકુમાર યાદવ સેમિ ફાઇનલ મેચમાં વધુ રન ના બનાવી શકે. માઇકલ હસીએ ભારતીય ક્રિકેટરની પ્રશંસા કરતા કહ્યુ, સૂર્યકુમાર યાદવે સારૂ પ્રદર્શ કર્યુ છે અને આઇપીએલમાં તે સારૂ રમી રહ્યો હતો. હવે તે આંતરરાષ્ટ્રીય લેવલ પર પણ આ રીતનું પ્રદર્શન કરી રહ્યો છે, તેને બેટિંગ કરતા જોવુ ઘણુ શાનદાર હોય છે. આશા છે કે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તે મોટી ઇનિંગ ના રમી શકે.

    મહત્વપૂર્ણ છે કે સૂર્યકુમાર યાદવના હવે આ ટી-20 વર્લ્ડકપમાં કુલ મળીને 225 રન થઇ ગયા છે અને તે ટૂર્નામેન્ટમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, તેની આગળ માત્ર વિરાટ કોહલી છે જેને 246 રન બનાવ્યા છે. જોકે, સૌથી ખાસ વાત એ છે કે સૂર્યકુમાર યાદવનો સ્ટ્રાઇક રેટ 193.96નો રહ્યો છે. તે મિડલ ઓર્ડરમાં આવીને ઝડપથી રન બનાવે છે. સેમિ ફાઇનલ મેચમાં પણ તેની પાસે ટીમને મોટી ઇનિંગની આશા હશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં ટી-20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: India vs england, Suryakumar yadav, T20 WorldCup

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन