Home /News /sport /Michael Clarke: બરાબરનો ફસાયો! ક્રિકેટરે ગર્લફ્રેન્ડનો માર ખાધો, હવે કરોડોનું થશે નુકસાન, BCCI તોડી શકે છે કોન્ટ્રેક્ટ
Michael Clarke: બરાબરનો ફસાયો! ક્રિકેટરે ગર્લફ્રેન્ડનો માર ખાધો, હવે કરોડોનું થશે નુકસાન, BCCI તોડી શકે છે કોન્ટ્રેક્ટ
માઈકલ ક્લાર્કનું અફેર
Michael Clarke Video: ઓસ્ટ્રેલિયાને 2015માં ODI વર્લ્ડ કપ જીતાડનાર ભૂતપૂર્વ બેટર તાજેતરમાં ક્વીન્સલેન્ડના નુસામાં રજા માણી રહેલ તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો સાથે ઉગ્ર દલીલ કરતો વીડિયો વાયરલ થયો હતો.
Michael Clarke Slapped: તાજેતરમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્કનો ગર્લફ્રેન્ડ સાથેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. જેના કારણે આવતા મહિને શરૂ થનારી ભારતમાં આગામી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી ડીલ ગુમાવી શકે છે.
ઓસ્ટ્રેલિયાને 2015માં ODI વર્લ્ડ કપ જીતાડનાર ભૂતપૂર્વ બેટર તાજેતરમાં ક્વીન્સલેન્ડના નુસામાં રજા માણી રહેલ તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો (Jade Yarbrough) સાથે ઉગ્ર દલીલ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ ટ્રીપ દરમિયાન ક્લાર્કને યારબ્રો સટાસટ થપ્પડ મારતી નજરે પડે છે. જેમાં તેણી આક્ષેપ લગાવી રહી છે કે કલાર્કનું ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ, હાઇ-પ્રોફાઇલ ફેશન ડિઝાઇનર પીપ એડવર્ડ્સ સાથેના લગ્નેતર સંબંધ છે અને અને કલાર્ક તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. કલાર્ક આ આરોપોને નકારતો નજરે પડે છે.
"It's like a scene from Housos"
Former Australian cricket captain Michael Clarke, as well as his former partner Pip Edwards, have released statements after a video showing Clarke being slapped by his girlfriend Jade Yarbrough at a Noosa park was released. #Sunriseon7@mrpfordpic.twitter.com/YrqC9EqRJV
વીડિયોમાં યારબ્રો ચીસો પાડતી કહે છે કે, ‘તું એને તારી સાથે ભારત લઈ જવા માંગે છે ? મેં મેસેજો જોયા છે. તું મારા જીવનનો પ્રેમ છો પીપ, તું મારી સાથે ભારત આવ', તેણીએ ક્લાર્કને થપ્પડ મારતા પહેલા કીધેલા શબ્દો છે. જોકે 41 વર્ષીય ઓસ્ટ્રેલિયન ખેલાડી આ આરોપોને નકારતો જ રહ્યો છે. ક્લાર્કની સાથે યારબ્રો, તેની બહેન જાસ્મીન, તેણીના પતિ મીડિયા પર્સનાલિટી કાર્લ સ્ટેફાનોવિક હતા.
આ વીડિયો ધ ડેઈલી ટેલિગ્રાફ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાયુવેગે વાયરલ થતા ક્લાર્કની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અહેવાલો મુજબ બીસીસીઆઈ હવે તેને કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવાનું વિચારી રહ્યું છે. ક્લાર્ક પહેલાથી જ સ્કિનકેર બ્રાન્ડ સાથેનો સંભવિત સોદો ગુમાવી ચૂક્યો છે અને BCCI પણ ક્લાર્ક સાથે છેડો ફાડતા તેને કરોડો ડૉલરની નુકસાની વેઠવી પડી શકે છે.
ઓસ્ટ્રેલિયાના ઓપનર અને એક સમયના કેપ્ટન માઈકલ ક્લાર્કે 115 ટેસ્ટ, 245 ODI અને 34 T20Iમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેમાં અનુક્રમે 8643, 7981 અને 488 રન બનાવ્યા હતા. કલાર્કે પોતાના આ વર્તન માટે માફી માંગી છે. ‘હું સંપૂર્ણપણે આ ઘટનાક્રમની જવાબદારી સ્વીકારૂં છું. લોકોએ જે મને સન્માન આપ્યું તેની કદર કરી શક્યો નથી, આ કાંડથી હું નિરાશ છું.
ક્લાર્કે ધ ડેઈલી ટેલિગ્રાફને કહ્યું કે આ તમામ બાબતની જવાબદારી મારી છે અને માત્ર એક જ હું દોષિત છું. માઈકલ ક્લાર્કનું અંગત જીવન હેડલાઈન્સમાં આવ્યું હોય તેવું પહેલી વાર નથી. કલાર્ક સાત વર્ષ સુધી કાઈલી ક્લાર્ક સાથે લગ્નમાં રહ્યાં બાદ 2019માં આ કપલ અલગ થયા હતા. તેમના છૂટાછેડા પછી ક્લાર્ક ડિસેમ્બર 2021 સુધી એડવર્ડ્સ સાથે સંબંધમાં હતો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર