માઇકલ ક્લાર્કે કહ્યું - IPLમાં રમવા માટે કોહલીની ચમચાગિરી કરે છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી

News18 Gujarati
Updated: April 7, 2020, 3:09 PM IST
માઇકલ ક્લાર્કે કહ્યું - IPLમાં રમવા માટે કોહલીની ચમચાગિરી કરે છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી
માઇકલ ક્લાર્કે કહ્યું - IPLમાં રમવા માટે કોહલીની ચમચાગિરી કરે છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી

જ્યારે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી ભારતનો સામનો કરે છે ત્યારે તેમની નજર દર વર્ષે એપ્રિલ-મે માં યોજાનાર આઈપીએલ પર હોય છે - માઇકલ ક્લાર્ક

  • Share this:
મેલબોર્ન : દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની 13મી સિઝન કોરોના વાયરસના (Coronavirus)કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. જોકે આ પછી પણ ટૂર્નામેન્ટ રમાય તેવી સંભાવના ઘણી નહીંવત્ છે. દુનિયાભરના ખેલાડી આ લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે (Michael Clarke) આઈપીએલને (IPL)લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

માઇકલ ક્લાર્કે દાવો કર્યો છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર આઈપીએલમાં પોતાનો કરાર બચાવી રાખવા માટે એટલા આતુર હતા કે તે એક ખાસ સમય દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) અને તેના સાથી ખેલાડીઓ ઉપર સ્લેજિંગ કરવાથી ડરતા હતા અને તેના બદલે ચમચાગિરી કરતા હતા. જ્યારે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી ભારતનો સામનો કરે છે ત્યારે તેમની નજર દર વર્ષે એપ્રિલ-મે માં યોજાનાર આઈપીએલ પર લાગેલી હોય છે.

આ પણ વાંચો - કોરોના વાયરસે ફક્ત મેચો જ રદ કરી નથી, આ 8 ક્રિકેટર્સના લગ્ન પણ અટકાવી દીધા

માઇકલ ક્લાર્કે બિગ સ્પોર્ટ્સ બ્રેકફાસ્ટને કહ્યું હતું કે આ રમતને વિત્તિય રુપથી જોવામાં આવે તો બધા જાણે છે કે ભારત આંતરરાષ્ટ્રીય કે આઈપીએલના કારણે ઘરેલું સ્તર પર કેટલું શક્તિશાળી છે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને સંભવત દરેક ટીમે આ દરમિયાન વિપરિત વલણ આપનાવતા વાસ્તવમાં ભારતની ચમચાગિરી કરી છે. તે કોહલી અને અન્ય ભારતીય ખેલાડીઓ પર સ્લેજિંગ કરતા ઘણા ડરે છે કારણ કે તેમને એપ્રિલમાં તેમની સાથે રમવાનું હતું. ક્લાર્કના મતે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ આઈપીએલના કારણે પોતાના આક્રમક વલણમાં સમજુતી કરી છે.
First published: April 7, 2020, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading