Michael Clarke Cheating Scandal: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માઈકલ ક્લાર્ક અર્ધ નગ્ન હાલતમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ઘણા અપશબ્દો પણ છે, જેમાં તેની ગર્લફ્રેન્ડ તેને થપ્પડ મારતી જોઈ શકાય છે.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન માઈકલ ક્લાર્કને તેની ગર્લફ્રેન્ડે માર માર્યો હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થઈ ગયો છે. આ અનુભવી ક્રિકેટર પર ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો દ્વારા દગાખોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માઈકલ ક્લાર્ક અર્ધ નગ્ન હાલતમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ઘણા અપશબ્દો પણ છે, જેમાં તેની ગર્લફ્રેન્ડ તેને થપ્પડ મારતી જોઈ શકાય છે. એક અંગ્રેજી દૈનિક ડેઈલી ટેલિગ્રાફે ક્લાર્ક અને જેડ યારબ્રો વચ્ચેની બોલાચાલીનું વિગતવાર કવરેજ આપ્યું છે.
પુત્રીના સોગંદ ખાઈને કહ્યું હું નિર્દોષ છું
સોશ્યલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં કુલ ત્રણ લોકો છે. વાતચીતમાં, જેડ યારબ્રો છેતરપિંડીનો આક્ષેપ કરતી સાંભળવામાં અને જોવામાં આવી રહી છે, જેને માઈકલ ક્લાર્ક નકારે છે. તે પોતાની પુત્રીના સોગંદ ખાઈને પોતાને નિર્દોષ સાબિત કરી રહ્યો છે. વીડિયોના અંતે ક્લાર્ક તેની ગર્લફ્રેન્ડની બહેનને મુક્કો મારે છે.
Michael Clarke and Karl Stefanovic have squared off in a wild fracas in a public park, in which Clarke was slapped across the face by his girlfriend and accused of cheating.
રિપોર્ટ મુજબ માઈકલ ક્લાર્ક પોતાની પ્રેમિકા યારબ્રોજની બહેન જેસ્મિન અને તેના પતિ કાર્લ સ્ટેફનોવિકની સાથે રજા પર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ચારેય પોતાના મિત્રોની સાથે ડિનર પર હતા ત્યારે આ વિવાદ ઉભો થયો. યારબ્રોજની બહેન જેસ્મિન ઓસ્ટ્રેલિયાની જાણીતી ટીવી હોસ્ટ છે.
વીડિયોમાં માઈકલ ક્લાર્ક શર્ટ વગર જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં ક્લાર્કને પોતાના ઉપર લગાવેલા આરોપો નકારતા સાંભળી શકાય છે. ક્લાર્ક વીડિયોમાં કહી રહ્યાં છે કે હું સોગંદ ખાઉ છુ કે આ હકીકત નથી.
પોલીસ કરે છે તપાસ
વર્લ્ડકપ વિજેતા કેપ્ટન ક્લાર્ક 41 વર્ષના છે અને તેમની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રોજ 30 વર્ષની છે. આ વિવાદિત ફૂટેજ સામે આવ્યાં બાદ ક્વીન્સલેન્ડ પોલીસ આ આખી ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે ગુરૂવારે સાંજે કહ્યું, ક્વીન્સલેન્ડ પોલીસ એક 30 વર્ષીય મહિલા અને 41 વર્ષીય વ્યક્તિની વચ્ચે થયેલી ઘટનાની તપાસ કરી રહી છે. એવી માહિતી આપી હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર