ઓસ્ટ્રેલિયન દિગ્ગજે માન્યું વિરાટ વનડેમાં સર્વશ્રેષ્ઠ

News18 Gujarati
Updated: February 8, 2018, 9:12 PM IST
ઓસ્ટ્રેલિયન દિગ્ગજે માન્યું વિરાટ વનડેમાં સર્વશ્રેષ્ઠ

  • Share this:
સાઉથ આફ્રિકાની ધરતી પર એક પછી એક શાનદાર ઈનિંગ રમી રહેલ ઈન્ડિય કેપ્ટન વિરાટ કોહલીને હવે એવા વિશેષણોથી નવાઝવામાં આવી રહ્યો છે કે, જે કોઈપણ ક્રિકેટર માટે એક સ્વપ્ન હોય છે.

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન રહેલ માઈકલ ક્લાર્કે કોહલીને વનડે ક્રિકેટનો દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે. એટલે કે, ક્લાર્ક અનુસાર વનડે ક્રિકેટમાં કોહલી અત્યાર સુધીના ઈતિહાસનો સૌથી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.

સાઉથ આફ્રિકામાં ત્રીજી વનડે દરમિયાન પોતાની વનડે કરિયરની 34મી શતક ફટકારનાર કોહલીને આમ તો આખી દુનિયામાંથી શુભેચ્છાઓ મળી પરંતુ માઈકલ ક્લાર્કની વાત સૌથી મહત્વપૂર્ણ હતી. કેમ કે, આટલા મોટા સ્તરના ખેલાડીએ આનાથી પહેલા કોહલીની ક્ષમતાને લઈને આટલી મોટી વાત કહી નથી.વર્તમાન સમયમાં કોહલી જે વિરાટ ફોર્મમાં છે, તેને જોતા ક્લાર્કની વાતમાં દમ લાગી રહ્યું છે. પાછલા વર્ષે એટલે 2017માં કોહલીએ 26 મેચોમાં 76.84ની રનરેટથી 1460 રન બનાવ્યા અને સ્ટ્રાઈક રેટ 100ની આસપાસ એટલે 99.11ની રહી. આ દરમિયાન વિરાટે 6 શતક અને સાત અર્ધશતક ફટકારી હતી. વર્ષ 2018માં પણ કોહલીએ વનડે ક્રિકેટની શરૂઆત તેવી જ રીતે શરૂ કરી છે, જેવી રીતે 2017માં ખત્મ કરી હતી. આમ 2017ના પોતાના રેકોર્ડને કોહલી જ બિટ કરશે.
First published: February 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading