હાર્દિક પંડ્યાએ 19 બોલ રમીને બનાવ્યા 3 રન, ફેન્સે આવી રીતે ઉડાવી મજાક

News18 Gujarati
Updated: April 25, 2018, 5:07 PM IST
હાર્દિક પંડ્યાએ 19 બોલ રમીને બનાવ્યા 3 રન, ફેન્સે આવી રીતે ઉડાવી મજાક

  • Share this:
મુંબઈ ઈન્ડિયન્સના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યાને ક્રિકેટ ફેન્સે ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કર્યો છે. કારણ મંગળવારે હૈદરાબાદ વિરૂદ્ધ થયેલ મેચમાં ખરાબ પ્રદર્શન હતુ. પંડ્યા માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો, જ્યાર બાદ તેને પેવેલિયનનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. ક્રિકેટ ફેન્સ અને અન્ય સોશિયલ મીડિયા યૂઝર્સે ટ્વિટર પર હાર્દિકની મજાક કરી નાંખી હતી અને તેને ફ્લોપ ગણાવ્યા હતો.

ટ્રોલ્સમાં કોઈએ તેને ચિડવવા માટે મીમ બનાવ્યા તો કોઈએ તેમના પ્રદર્શન પર પ્રશ્ન ઉભા કર્યા. લોકોએ ટોણો મારતા કહ્યું, "વાહ ! પંડ્યાએ 17મી ઓવરમાં શું મેડન ઓવર રમી છે." એક યૂઝર્સે લખ્યું, "મે કેબ તે માટે કેન્સલ કરી દીધી, કેમ કે ડ્રાઈવર પંડ્યાની જેમ ગાડી ચલાવી રહ્યો હતો."

તમને જણાવી દઈએ કે, 24 એપ્રિલે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે લો સ્કોર મેચ રમાઈ હતી. હૈદરાબાદે મુંબઈને માત્ર 119 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 87 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના બધા ખેલાડી 100 રન પણ બનાવી શક્યો નહતો. જેમાં હાર્દિક પંડ્યાએ તો હદ્દ કરતાં 19 બોલ રમીને માત્ર 03 રન જ બનાવીને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં શિખર ધવનના હાથમાં કેચ આપી બેઠો હતો. આવામાં હાર્દિકની સ્ટ્રાઈક રેટ 15.79ની હતી. મુંબઈ ઈન્ડિયન્સ 18.5 ઓવરમાં 87 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.

જુઓ આ વિશે ટ્વિટર પર શું-શુ લખવામાં આવ્યું અને પોસ્ટ થયું-First published: April 25, 2018, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading