ફાઇનલમાં આ કામ કરનાર ટીમ બનશે ચેમ્પિયન, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: May 11, 2019, 4:16 PM IST
ફાઇનલમાં આ કામ કરનાર ટીમ બનશે ચેમ્પિયન, જાણો કેવી રીતે
આઈપીએલની ફાઇનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સે આઠમી વખત પ્રવેશ કર્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે પાંચમી વખત સ્થાન બનાવ્યું છે

આઈપીએલની ફાઇનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સે આઠમી વખત પ્રવેશ કર્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે પાંચમી વખત સ્થાન બનાવ્યું છે

  • Share this:
આઇપીએલની 12મી સિઝન 12 મે ના રોજ રવિવારે રમાનાર ફાઇનલ પછી ખતમ થઈ જશે. ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો થશે. જે આઈપીએલની બે દમદાર ટીમ છે. રોહિત શર્માની ટીમે ચેન્નાઈને પ્રથમ ક્વોલિફાયરમાં હરાવી ફાઇનલની ટિકિટ મેળવી હતી. બીજી તરફ ચેન્નાઈએ ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સને હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. તમને આ જાણીને નવાઈ લાગશે પણ ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમની જીત નિશ્ચિત માનવામાં આવે છે. આ આંકડા દરેક માટે આશ્વર્ચકારક કરનારા છે.

ટોસ જીતીને બેટિંગ કરનાર બને છે ચેમ્પિયન

આઈપીએલની ફાઇનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સે આઠમી વખત પ્રવેશ કર્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે પાંચમી વખત સ્થાન બનાવ્યું છે. રસપ્રદ બાબત એ છે કે જે ટીમ ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરે છે તે ચેમ્પિયન બની જાય છે.

ચેન્નાઈએ મારી બાજી
2010માં મહેન્દ્રસિંહ ધોની અને સચિન તેંડુલકરનો મુકાબલો થયો હતો. આ મેચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 168/5નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મુંબઈ 9 વિકેટે 146 રન જ બનાવી શક્યું હતું. ચેન્નાઈએ 22 રને જીત મેળવી હતી. જે તેનું પ્રથમ ટાઇટલ હતું.

ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો થશે
મુંબઈએ જીત્યું પ્રથમ ટાઇટલ
2013માં ફરી એક વખત મુંબઈ અને ચેન્નાઈનો મુકાબલો થયો હતો. મુંબઈએ ટોસ જીતીને 148/9નો સ્કોર બનાવ્યો હતો. ચેન્નાઈ આ લક્ષ્યાંકથી 23 રન પાછળ રહ્યું હતું, મુંબઈ પ્રથમ વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું હતું.

આ પણ વાંચો - IPL 2019: આંકડા બતાવી રહ્યા છે હકીકત, ધોની વગર ચેન્નાઈ એટલે પાણી વગર માછલી

મુંબઈ બીજી વખત બન્યું ચેમ્પિયન
2015ની ફાઇનલ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાઈ હતી. ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈએ 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. ચેન્નાઈનો 41 ને પરાજય થયો હતો. મુંબઈ બીજી વખત ચેમ્પિયન બન્યું હતું.

મુંબઈની હેટ્રિક
2017માં ફરી એક વખત મુંબઈની ટીમ ચેમ્પિયન બની હતી. આ વખતે મુંબઈએ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ સામે વિજય મેળવ્યો હતો. મુંબઈએ 129/8 નો સ્કાર જ બનાવ્યો હતો. જોકે સ્ટિવન સ્મિથની કેપ્ટનશિપવાળી રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ રોમાંચક મેચમાં 1 રને હારી ગઈ હતી. ધોની આ ટીમમાં સૌથી અનુભવી ખેલાડી હતો પણ ફ્રેન્ચાઇઝી માલિકોએ તેને કેપ્ટન બનાવ્યો ન હતો.

2019માં શું થશે?

જો આ બંને ટીમોની વાત કરવામાં આવે તો પ્રથમ બેટિંગ કરનાર ટીમનો વિજય થયો છે. સંભવ છે કે આ વખતે પણ બંને ટીમો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી પોતાના લકી ફોર્મ્યુલા સાથે સફળ થવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
First published: May 11, 2019, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading