Home /News /sport /

આર્જેન્ટિનાના પરાજયની સાથે જ મેસ્સી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લેશે!

આર્જેન્ટિનાના પરાજયની સાથે જ મેસ્સી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લેશે!

મેસ્સી

    ફ્રાન્સના ચાર ગોલે લાયોનેલ મેસ્સીના ચોથા વર્લ્ડ કપના અભિયાનનો અંત કરી દીધો છે. આ સાથે જ મેસ્સીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત પણ આવી શકી છે. નાઇજીરિયા સામે મેસ્સીએ વર્લ્ડ કપ-2018નો એકમાત્ર ગોલ ફટકારીને ટીમને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી હતી અને કઝાનમાં આર્જેન્ટિનાના હજારો પ્રશંસકો મેસ્સીની આગેવાનીમાં ટીમની વધુ એક જીત જોવા આવ્યા હતા. જોકે તેમને નિરાશા હાથ લાગી હતી.

    મેસ્સીએ અંતિમ-16ના મુકાબલામાં બે ગોલ કરવામાં મદદ કરી હતી. જોકે આર્જેન્ટિનાનું ડિફેન્સ ફ્રાન્સના આક્રમણનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યું હતું. 19 વર્ષના કીલિયન એમબાપેના બે ગોલની મદદથી ફ્રાન્સે 4-3થી જીત મેળવી હતી.

    વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રમવાના સંદર્ભમાં મેસ્સીએ રશિયા રવાના થતા પહેલા કહ્યું હતું કે આ તેના ઉપર નિર્ભર રાખે છે કે અમે ટૂર્નામેન્ટમાં કેવું પ્રદર્શન કરીએ છીએ. તેનો અંત કેવી રીતે થાય છે. મેસ્સીના ચાર વર્લ્ડ કપ અભિયાનમાં આ ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

    ટૂર્નામેન્ટ દરમિયાન મેસ્સી પાસેથી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે ચાર વર્ષ પહેલા ફાઇનલમાં સ્થાન બનાવવાના પ્રદર્શનમાં સુધારો કરશે અને આ વખતે ટાઇટલ જીતીને 1986ના ડિએગો મેરાડોનાના ટાઇટલની સમકક્ષ પહોંચી જશે.

    બાર્સેલોના તરફથી ક્લબ સ્તર પર શાનદાર પ્રદર્શન કરનાર મેસ્સીને મેરાડોનાની સરખામણીએ આર્જેન્ટિનામાં કમ આંકવામાં આવે છે. તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે બંનેનો રેકોર્ડ છે.

    બ્રાઝિલમાં 2014ની વર્લ્ડ કપ ફાઇનલમાં જર્મની સામે પરાજય પછી આર્જેન્ટિનાનો 2015માં કોપા અમેરિકા અને 2016 કોપા અમેરિકાની ફાઇનલમાં ચિલી સામે પરાજય થયો હતો. મેસ્સી એક વખત આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને આ પછી ફરી રમવા ઉતર્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 FIFA World Cup, Argentina, Fifa-2018, Lionel Messi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन