Home /News /sport /મેસ્સી મેચ પહેલા 20 વખત બાથરુમ જાય છે તે લીડર ના થઈ શકે : મેરાડોના

મેસ્સી મેચ પહેલા 20 વખત બાથરુમ જાય છે તે લીડર ના થઈ શકે : મેરાડોના

મેસ્સી મેચ પહેલા 20 વખત બાથરુમ જાય છે તે લીડર ના થઈ શકે : મેરાડોના

મેસ્સીને ફૂટબોલનો ભગવાન માનવો જોઈએ નહીં. જ્યારે તે બાર્સેલોના તરફથી રમે છે ત્યારે શાનદાર રમત બતાવે છે પણ જ્યારે આર્જેન્ટિના તરફથી રમે છે ત્યારે બીજો મેસ્સી જોવા મળે છે

    સ્ટાર ફૂટબોલર લાયોનેલ મેસ્સી હંમેશા એ વાતને લઈને પ્રશંસકો અને દિગ્ગજોના નિશાને આવે છે કે આર્જેન્ટિના તરફથી રમતી વખતે તે લીડરશિપ બતાવી શકતો નથી. જેની તેની પાસેથી આશા રાખવામાં આવે છે. આર્જેન્ટિનાને વર્લ્ડ કપ અપાવનાર સુકાની ડિએગો મેરાડાનોએ આ વખતે આરોપ લગાવ્યો છે.

    ફોક્સ સ્પોર્ટ્સ સાથેના ઇન્ટરવ્યુમાં મેરાડોનાએ કહ્યું હતું કે આપણે મેસ્સીને ફૂટબોલનો ભગવાન માનવો જોઈએ નહીં. જ્યારે તે બાર્સેલોના તરફથી રમે છે ત્યારે શાનદાર રમત બતાવે છે પણ જ્યારે આર્જેન્ટિના તરફથી રમે છે ત્યારે બીજો મેસ્સી જોવા મળે છે. તે એક સારો ખેલાડી છે પણ સારો લીડર નથી. એક એવા વ્યક્તિને લીડર બનાવવો નકામો ગણાશે જે મેચ પહેલા 20 વખત ટોયલેટ જાય છે.

    આ વાતને મેસ્સીની મેચ દરમિયાન નર્વસ બ્રેકડાઉન સાથે જોડવામાં આવી રહી છે. તે ઘણી વખત મોટી મેચ પહેલા ઉલ્ટીઓ કરવા લાગે છે. 31 વર્ષના મેસ્સીએ બાર્સેલોના તરફથી ઘણા સન્માન મેળવ્યા છે. તે ફીફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પાંચ વખત જીતી ચૂક્યો છે પણ તે પોતાની રાષ્ટ્રીય ટીમ તરફથી રમે છે તો આવું પ્રદર્શન કરી શકતો નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Lionel Messi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन