IND vs AUS Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત, ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવ્યું

મેલબોર્ન ટેસ્ટમાં બુમરાહે કુલ 9 વિકેટ ઝડપી.

ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: વરસાદના વિઘ્ન બાદ શરૂ થયેલી પાંચમા દિવસની રમત બાદ મિનિટોમાં જ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેનને ઝડપથી આઉટ કરી મેલબોર્ન ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ કાંગારુ ટીમ માત્ર 261 રન કરીને ઓલઆઉટ થઈ હતી. આ જીતની સાથે ચાર ટેસ્ટની સિરિઝમાં ભારત 2-1થી આગળ થઈ ગયું છે. બીજી ઈનિંગમાં બુમરાહે 3 વિકેટ લીધી, પહેલી ઇનિંગમાં તેણે 6 વિકેટ લીધી હતી.

    બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સ સૌથી વધુ સ્કોર કરનારો બેટ્સમેન રહ્યો તેણે 63 રન કર્યા. બાકીના બેટ્સમેન 50નો આંકડો પણ પાર કરવામાં અસફળ રહ્યા. ભારતીય બોલર્સે બીજી ઈનિંગમાં પણ સુંદર પ્રદર્શન ચાલુ રાખ્યું. બુમરાહે 3, જાડેજાએ 3, ઈશાંત શર્માએ 3 તથા મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી ભારતની જીતમાં મોટું યોગદાન આપ્યું.

     આ જીતની સાથે કેપ્ટન વિરાટ કોહલીએ વિદેશમાં સૌરવ ગાંગુલીની 11 ટેસ્ટ જીતવાની બરાબરી કરી દીધી છે. મેચ બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને જણાવ્યું કે, મેલબોર્નમાં અમારું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ ન રહ્યું, પરંતુ ચોથી ટેસ્ટ જીતીને સિરિઝ 2-2થી બરાબર કરવા માંગીશું. ઉલ્લેખનીય છે કે, સીરીઝની અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી રમાશે.

    આ પણ વાંચો, પેને પંતની સ્લેજિંગ કરતા કહ્યું - ધોની વન-ડેમાં આવી ગયો તુ હેરિકેન્સ તરફથી રમજે

    સ્કોરકાર્ડ:
    ઓસ્ટ્રેલિયા (બીજી ઈનિંગ): 261 રને ઓલઆઉટ
    ભારત (બીજી ઈનિંગ): 106/8 ડિક્લેર
    ઓસ્ટ્રેલિયા (પહેલી ઈનિંગ): 151 રને ઓલઆઉટ
    ભારત (પહેલી ઈનિંગ): 443/7 ડિક્લેર
    Published by:Mrunal Bhojak
    First published: