Ind vs Aus, 2nd Test, Day-1: પ્રથમ દિવસે ભારતનો સ્કોર 36/1, ઑસ્ટ્રેલિયાની ટીમ 195 રનમાં ધ્વસ્ત

Ind vs Aus, 2nd Test, Day-1: પ્રથમ દિવસે ભારતનો સ્કોર 36/1, ઑસ્ટ્રેલિયાની ટીમ 195 રનમાં ધ્વસ્ત
Ind Vs Aus

Melbourne Test, India vs Australia Day 1 Live Cricket Score: ભારતે એડિલેડ ટેસ્ટ આઠ વિકેટથી ગુમાવી દીધી હતી, મેલબોર્નમાં ભારતનો પ્રયાસ વાપસી કરવાનો રહેશે.

  • Share this:
    નવી દિલ્હી: એડિલેડમાં ફક્ત 36 રન બનાવીને ઑલ આઉટ થયેલા ભારતીય ટીમ (Team India) આજે એટલે કે શનિવારે (26 ડિસેમ્બર)ના રોજ મેલબોર્નમાં શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચ (Melbourne Test India vs Australia)માં બરાબરી માટે ઉતરી છે. પ્રથમ દિવસે ભારતીય બોલરોએ સારું પ્રદર્શન કરતા ઑસ્ટ્રેલિયાની ટીમને 195 રન પર રોકી દીધી હતી. જે બાદમાં બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે દિવસના અંત સુધીમાં એક વિકેટ બનાવીને 36 રનનો સ્કોર બનાવ્યો છે. ભારતીય ટીમને દાવના છઠ્ઠા બોલ પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. મિચેલ સ્ટાર્કે મયંક અગ્રવાલને LBW આઉટ કર્યો હતો. મયંક અગ્રવાલ ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.

    ટીમ ઑસ્ટ્રેલિયા 195 રનમાં ઑલ આઉટ



    આર અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝની બોલિંગને પગલે ઑસ્ટ્રેલિયાની ટીમે 195 રન બનાવીને ઘૂંટણીયા ટેકવી દીધા છે. ટૉસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ (Team Australia) બૉક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ફક્ત 195 રન બનાવી શકી હતી.

    વિકેટ પડવાનો ક્રમ:

    72.3 ઓવરમાં ઑસ્ટ્રેલિયાને 10મો ઝટકો લાગ્યો હતો. રવીન્દ્ર જાડેજાના બોલ પર મોહમ્મદ સિરાઝે પેટ કમિન્સનો કેચ પકડ્યો હતો. કમિન્સ 33 બોલમાં એક ચોગ્ગાની મદદથી 9 રન બનાવી શક્યો હતો.

    71.5 ઓવરમાં જસપ્રીત બુમરાહે ભારતને નવમી સફળતા અપાવી હતી. બુમરાહે નાથન લાયનને LBW આઉટ કર્યો હતો. લાયન 17 બોલમાં બે ચોગ્ગાની મદદથી 20 રન બનાવી શક્યો હતો.

    67.1 ઓવરમાં ભારતને આઠમી સફળતા મળી હતી. જસપ્રીત બુમરાહના બોલ પર મોહમ્મદ સિરાઝે મિચેલ સ્ટાર્કનો કેચ પકડ્યો હતો. સ્ટાર્ક 8 બોલમાં 1 ચોગ્ગાની મદદથી સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

    62.6 ઓવરમાં ઑસ્ટ્રેલિયાને સાતમો ઝટકો લાગ્યો હતો. આર અશ્વિનના બોલ પર હનુમા બિહારીએ ટિમ પેનનો કેચ પકડ્યો હતો. ટિમ 38 બોલમાં બે ચોગ્ગાની મદદથી 13 રન બનાવી શક્યો હતો.

    61.4 ઓવરમાં ભારતની છઠ્ઠી સફળતા મળી. મોહમ્મદ સિરાઝે કમરન ગ્રીનને LBW આઉટ કર્યો. ગ્રીન 60 બોલમાં 12 રન બનાવી શક્યો હતો.

    49.3 ઓવરમાં ઑસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો લાગ્યો હતો. ડેબ્યૂ કરી રહેલા મોહમ્મદ સિરાઝ અને શુભમન ગીલે માર્નસ લાબુશેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સિરાઝના બોલ પર શુભમન ગીલે માર્નસ લાબુશેનનો કેચ પકડ્યો હતો. લાબુશેને 132 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા.

    41.5 ઓવરમાં ઑસ્ટ્રેલિયાને ચોથો ફટકો પડ્યો હતો. જસપ્રીત બુમરાહના બોલ પર અજિંક્ય રહાણેએ ટ્રેવિસ હેડનો કેચ પકડ્યો હતો. હેડ 92 બોલમાં ચાર ચોગ્ગા સાથે 38 રન બનાવીને આઉટ થયો હતો.

    14.3 ઓવરમાં ભારતને ત્રીજી સફળતા મળી હતી. આર અશ્વીનના બોલ પર ચેતેશ્વર પૂજારાએ સ્ટીવ સ્મીથનો કેચ પકડ્યો હતો. સ્મિથ આઠ બોલમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.

    12.5 ઓવરમાં આર અશ્વિને ભારતને બીજી સફળતા અપાવી હતી. અશ્વિનના બોલ પર રવીન્દ્ર જાડેજાએ મૈથ્યૂ વેડનો કેચ પકડી લીધો હતો. વેડ 39 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 30 રન બનાવીને આઉટ થયો હતો.

    4.2 ઓવરમાં ઑસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો. જો બર્ન્સ ખાતું ખોલાવ્યા વગર જ પરત ફર્યો. જસપ્રીત બુમરાહના બોલ પર વિકેટકીપર ઋષભ પંતે બર્ન્સનો કેસ પકડ્યો હતો.

    ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી

    મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવામાં આવે રહેલી આ ટેસ્ટ મેચમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતારી છે. વિરાટ કોહલી (Virat Kohli)ની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

    એડિલેડમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન માટે પ્લેઇંગ ઇલેવનમાં ચાર નવા ખેલાડીને સ્થાન આપ્યું છે. શુભમન ગિલને પૃથ્વી શૉની જગ્યાએ ઓપનિંગ કરવાનો મોકો મળશે. ઘાયલ થયેલા શમીની જગ્યાએ મોહમ્મદ સિરાઝને સ્થાન મળ્યું છે. રવીન્દ્ર જાડેજા અને ઋષભ પંતને પણ પ્લેઇંગ ઇલેવનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે, ઑસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. મેલબોર્ન ટેસ્ટ બંને ટીમ માટે ખાસ છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમની આ 100મી વખત ટેસ્ટ મેચમાં ટક્કર ચાલી રહી છે.

    બંને ટીમ આ પ્રકારે છે:

    ઑસ્ટ્રેલિયા પ્લેઇંગ XI: જો બર્ન્સ, મૈથ્યૂ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મીથ, ટ્રેવિસ હેડ, કમરન ગ્રીન, ટિમ પેન (કેપ્ટન, વીકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નાથન લૉયન.

    ભારત પ્લેઇંગ XI: અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા બિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.
    Published by:Vinod Zankhaliya
    First published:December 26, 2020, 07:07 am

    ટૉપ ન્યૂઝ