પહેલા સચિનને ટીમમાં પસંદ કર્યો, 30 વર્ષ પછી પુત્ર અર્જુનને પસંદ કર્યો

પહેલા સચિનને ટીમમાં પસંદ કર્યો, 30 વર્ષ પછી પુત્ર અર્જુનને પસંદ કર્યો
પહેલા સચિનને ટીમમાં પસંદ કર્યો, 30 વર્ષ પછી પુત્ર અર્જુનને પસંદ કર્યો

પિતા અને પુત્રની કોઈ ટીમમાં પસંદગી કરી હોય તેવો આ એકમાત્ર સંયોગ

 • Share this:
  ક્રિકેટના મેદાન ઉપર અનોખા રેકોર્ડ બનવો કોઈ નવી વાત નથી. જોકે મેદાન બહાર ક્રિકેટથી જોડાયેલ રેકોર્ડ ઘણા ખાસ હોય છે. આવો જ એક રેકોર્ડ સચિન તેંડુલકર અને તેના પુત્ર અર્જુન તેંડુલકર સાથે જોડાયેલ છે. જોકે આ રેકોર્ડ સચિન અને અર્જુનને નહીં પણ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના પસંદગીકાર મિલિંદ રેગે(Milind Regge)એ બનાવ્યો છે.

  મિલિંદ રેગેએ વિજ્જી ટ્રોફી માટે સચિન તેંડુલકરના પુત્ર અર્જુનના મુંબઈનો ટીમમાં સમાવેશ કર્યો છે. ઘણા ઓછો લોકોને એ વાતની માહિતી હશે કે જ્યારે સચિન કારકિર્દીની શરુઆત કરી રહ્યો હતો ત્યારે તેની મુંબઈની રણજી ટીમમાં પસંદગી કરનાર સમિતિના સભ્ય મિલિંદ રેગે રહ્યા હતા. ડિસેમ્બર 1988માં સચિનને ગુજરાત સામે રણજી ટ્રોફી ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ મેચમાં સચિને સદી ફટકારી હતી, આ પછી એક વર્ષના ગાળામાં તે ભારતીય ટીમમાં આવી ગયો હતો. જો સચિનને યોગ્ય સમયે તક ન મળી હોત તો ક્રિકેટનો આ મહાન ખેલાડી મળી શક્યો ન હોત.  આ પણ વાંચો - ધોની જશે લેહ-લદાખ, 15 ઓગસ્ટે તિરંગો ફરકાવશે!

  સચિનની મુંબઈની રણજી ટ્રોફીમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મુંબઈ પસંદગી સમિતિના અધ્યક્ષ નરેન તમ્હાને હતા. સમિતિમાં મિલિંદ રેગે પણ સામેલ હતા. સચિનને પસંદ કર્યા પછી 30 વર્ષ પછી રેગેએ તેના પુત્ર અર્જુન તેંડુલકરનો વિજ્જી ટ્રોફી માટે મુંબઈની ટીમમાં સામેલ કર્યો છે. આ અંડર-23 ટૂર્નામેન્ટનું આયોજન બીસીસીઆઈ દ્વારા કરવામાં આવે છે.

  મિલિંદ રેગેએ ઇન્ડિયા ટુડે સાથે વાતચીતમાં કહ્યું હતું કે હું એના કોઈ પસંદગીકારને નથી જાણતો જેણે પિતા અને પુત્રની કોઈ ટીમમાં પસંદગી કરી હોય. આ એકમાત્ર સંયોગ છે કે સચિન તેંડુલકર અને તેના પુત્ર અર્જુનને ટીમમાં સામેલ કરનાર પસંદગી સમિતિમાં હું સામેલ રહ્યો છું. મને અર્જુનની ફાસ્ટ બોલિંગે ઘણો પ્રભાવિત કર્યો છે. તેની બોલિંગથી પ્રભાવિત થઈ ટીમમાં સમાવેશ કર્યો છે.
  Published by:News18 Gujarati
  First published:August 10, 2019, 16:12 pm

  ટૉપ ન્યૂઝ