Home /News /sport /CWG 2018: ઉધારની બંદૂકથી લીધી ટ્રેનિંગ, હવે CWGમાં જીત્યો કાંસ્ય ચંદ્રક

CWG 2018: ઉધારની બંદૂકથી લીધી ટ્રેનિંગ, હવે CWGમાં જીત્યો કાંસ્ય ચંદ્રક

મવાનાનાં ગામ ભૈંસાનાં રહેવાસી 28 વર્ષિય રવિ કૂપમારે 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં 224.1 સ્કોર બનાવ્યો હતો

મવાનાનાં ગામ ભૈંસાનાં રહેવાસી 28 વર્ષિય રવિ કૂપમારે 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં 224.1 સ્કોર બનાવ્યો હતો

    ગોલ્ડ કોસ્ટ: પહેલાં એશિયાડ અને હવે કોમનવેલ્થ ગેમ્સમાં મેરઠનાં રવિએ તેનો પરચમ લહેરાવી દીધો છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં રવિએ દસ મીટર એર રાયફલ સ્પર્ધામાં કાંસ્ય પદક જીતીને સૌને ગૌરવાન્વિત કરી દીધા છે. કાંસ્ય પદક જીતવા પર રવિનાં ગામમાં જશ્નનો માહોલ છે. રવિનાં સ્વાગતની જોરદાર તૈાયરીઓ થઇ રહી છે.

    એક સમયે ઉધારની બંદૂકથી નિશાન લગાવવાની પ્રેક્ટિસ કરનારા રવિએ કોમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર એર પિસ્ટલમાં કાંસ્ય પદક પર નિશાન સાધીને ન ફક્ત મેરઠ અને પ્રદેશ પણ આખા દેશનું નામ ઉજાગર કર્યુ છે.

    વર્ષ 2012માં ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રવિનો આ પહેલો કોમનવેલ્થ ગેમ્સ મેડલ પણ છે. રવિ કુમારનું તેમ પણ કહેવું છે કે તેની આ સફર ખુબજ મુશ્કેલપૂર્ણ રહી. ગામથી સંબંધ રાખનાર રવિ કુમારે કોલેજમાં પ્રવેશ મેળવ્યા પહેલા ઉધાર પર બંદૂક લઇ શૂટિંગની પ્રેક્ટિસ કરતો હતો. તેની પોતાને બંદૂક તે સમયે મળી જ્યારે તેણે કોલેજમાં એન્ટ્રી લીધી. કોલેજનાં ભણતર બાદ તેણે એરફોર્સમાં નોકરી કરી. તે બાદ વર્ષ 2012માં તેને શૂટિંગની રાષ્ટ્રીય ટીમનો ભાગ બનવાની તક મળી.

    મવાનાનાં ગામ ભૈંસાનાં રહેવાસી 28 વર્ષિય રવિ કૂપમારે 10 મીટર એર રાયફલ સ્પર્ધામાં 224.1 સ્કોર બનાવ્યો હતો. કાંસ્ય પદક પર કબ્જો કરી લીધો છે. આ પહેલાં રવિએ વર્ષ 2014માં ઇંચિયોન એશઇયાડ અને હાલમાં જ મેક્સિકોમાં રાખામાં આવેલી વર્લ્ડ કપમાં દેશની તમામ પક્ષને હરાવીને વિજેતા જાહેર થઇ ગઇ છે.

    2014 ઇંચિયોન એશિયાડમાં મેરઠનાં રવિનાં અભિનવ બિન્દ્રા તેમજ સંજીવની સાથે પોડિયમ શેર કર્યુ હતું. શઆનદાર પ્રદર્શન કરતાં તેણે કાંસ્ય પદક જીત્યુહ તું. ઓસ્ટ્રેલિયાનાં ગોલ્ડ કોસ્ટમાં થઇ રહેલાં કોમનવેલ્થ ગેમમાં લક્ષ્ય અઘરુ હતું. પણ રવિએ કોઇ ચૂક ન કરી. જોકે તે ઓસ્ટ્રેલિયાનાં ડેન સેંપસ્પૈમ અને બાંગ્લાદેશનાં અન્ય અબ્દૂલ્લાથી પાછળ રહી ગયા.

    રવિની ઉપલબ્ધિથી પિતા અજય કુમાર, માં ઇરા, કાકા ડો. વિજય કુમાર અને દાદી રામરોશની દેવી તેમજ આખુ ગામ ખુબ ખુશછે. પરિજનોનું કહેવું છે કે રવિની આ ઉપલબ્ધિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેને વધામણા આપ્યા છે. કોમનવેલ્થમાં પદક જીતી દેશનું માન તેણે વધાર્યુ છે. રવિ એશિયન ગેમ્સમાં અભિનવ બિન્દ્રાની સાથે પદક જીતી ચૂક્યો હતો.

    અભિનવને તેનો પ્રેરણાસ્ત્રોત માનનારાં રવિ કૂમારે વર્ષ 2014માં એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઇફલમાં કાંસ્ય પદક જીત્યુ હતું. રવિનું માનવું છે કે, તેની શૂટિંગમાં નવી દિશા અને શિખર પર પહોચવાનો શ્રેય તે અભિનવ બિન્દ્રાને આપે છે. કોમનવેલ્થમાં પદક જીત્યા બાદ રવિની નિગાહ ઓલંપિક પર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bronze, CWG, CWG 2018

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन