Home /News /sport /

MCC New Cricket Rules: MCCએ ક્રિકેટના નિયમોમાં કર્યા ફેરફાર, માંકડિંગને મળી મંજૂરી

MCC New Cricket Rules: MCCએ ક્રિકેટના નિયમોમાં કર્યા ફેરફાર, માંકડિંગને મળી મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

Cricket new rules: માંકડિંગ આઉટ, લાળનો ઉપયોગ, વાઈડ બોલ અને ડેડ બોલ જેવા અનેક નિયમોમાં સુધારો કર્યો છે.

ક્રિકેટ કાયદાઓની સંરક્ષક સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ ક્રિકેટના નિયમોમાં અનેક સંશોધન કર્યા છે. આધુનિક ક્રિકેટને વધુ સારી બનાવવા અને તેમાં પારદર્શિતા લાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં માંકડિંગ આઉટ, લાળનો ઉપયોગ, વાઈડ બોલ અને ડેડ બોલ જેવા અનેક નિયમોમાં સુધારો કર્યો છે. MCC અનુસાર આ તમામ નિયમો ઓક્ટોબર 2022થી લાગુ થશે.

‘માંકડિંગ’ અંગે IPL 2019ની સીઝનમાં વિવાદ ઊભો થઈ ગયો હતો. કિંગ્સ ઈલેવન પંજાબના તત્કાલીન કેપ્ટન રવિચંદ્રન અશ્વિને રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને માંકડિંગ કર્યો હતો. જોસ બટલરને માંકડિંગ કરવાનો વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. નિયમોમાં સંશોધન કર્યા બાદ કોઈપણ પ્રકારના વિવાદની શક્યતા નથી. રમતોના નિયમો નક્કી કરનાર મેરિલબોન ક્રિકેટ ક્લબ (લંડન) એ માંકડિંગને કાયદાકીય ગણાવ્યું છે.

નિયમોમાં કરવામાં આવેલ સંશોધન

રિપ્લેસમેન્ટ અંગે નિયમ

રિપ્લેસમેન્ટ અંગે લૉ 1.3 બનાવ્યો છે જે અનુસાર, જે ખેલાડીને રિપ્લેસ કરવામાં આવ્યો છે, તેના જ રૂપમાં રિપ્લેસમેન્ટ થવું જોઈએ.
રિપ્લેસમેન્ટ હેઠળ જો પ્લેયરે બેટિંગ કરી લીધી છે, તો મેદાન પર તેની જગ્યાએ આવનાર ખેવાડી તે જ ઈનિંગમાં બેટીંગ નહીં કરી શકે.
જો કોઈ ખેલાડી પર પેનલ્ટી, સસ્પેન્સન અથવા વોર્નિંગ લાગુ છે, તો તેની જગ્યાએ આવનાર ખેલાડી પર પણ આ તમામ બાબતો લાગુ થશે.

લૉ 18.11: કેચ આઉટ બાદ નવા બેટરના નિયમ

આ નિયમ ટ્રાયલ તરકે ઈંગ્લેન્ડમાં શરૂ થયેલ ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો. લૉ 18.11 અનુસાર, જો કોઈ ખેલાડી ક્લીન બોલ્ડ, સ્ટમ્પ, બોલને બે વાર મારવા, LBW, હિટ વિકેટ અથવા કેચ આઉટ થાય તો, તેના બાદ આવનાર બેટ્સમેન પણ આઉટ થનાર બેટ્સમેનની સ્ટ્રાઈક પર જ આવશે. (ઓવર પૂરી થાય તે સ્થિતિમાં સ્ટ્રાઈક ચેન્જ થશે)

લૉ 20.1.2.12: ડેડ બોલ

જો મેચ દરમિયાન કોઈ બહારની વ્યક્તિ, પ્રાણી (કૂતરુ તથા અન્ય પ્રાણી) અથવા અન્ય કોઈ વસ્તુના કારણે મેચ રોકાઈ જાય અથવા પિચને નુકસાન થાય તો અમ્પાયર તે બોલને ડેડ બોલ કહી શકે છે.

લૉ 22.1: વાઈડ બોલ

હાલના સમયમાં બેટ્સમેન ક્રીઝ પર અલગ અલગ શોટ રમે છે. જેને ક્યારેક ક્યારેક ખોટુ ગણી લેવામાં આવે છે. બોલર બેટરને જ બોલ ફેંકે છે, પરંતુ ઘણીવાર તેને વાઈડ બોલ ગણી લેવામાં આવે છે. જો બોલ બેટ્સમેન પાસે થઈને નીકળે અને તે બોલને ફટકારી શકે છે તો અમ્પાયર તેને વાઈડ બોલ ન ગણી શકે. જો બેટ્સમેન તે બોલને ફટકારી ન શકે તો તેને વાઈડ બોલ ગણી શકાય છે.

લૉ 25.8: બેટર કયા બોલથી રમી શકે છે

લૉ 25.8 અનુસાર બોલ પિચની બહાર પડે છે, તો બેટ્સમેન તે બોલને ફટકારવાની મંજૂરી આપે છે. બેટર અથવા બેટનો થોડોક ભાગ પિચની અંદર હોય તો જ બેટ્સમેન તે બોલને ફટકારી શકે છે. જો બેટર તેનાથી આગળ નીકળી જાય તો અમ્પાયર તેને ડેડ બોલ ગણી લેશે. જો બેટર બોલના કારણે પિચ છોડવા માટે મજબૂર થઈ જાય તો તેને નોબોલ ગણી લેવામાં આવે છે.

લૉ 27.4 અને 28.6: ફીલ્ડરની ભૂલ

ફિલ્ડીંગ ટીમનું કોઈપણ સભ્ય ખોટી રીતે મૂવમેન્ટ કરે તો પેનલ્ટી તરીકે બેટિંગ સાઈડ ટીમને 5 રન આપવમાં આવશે. પહેલા આ મામલે ડેડ બોલ કરાર આપવામાં આવતો હતો. જો બેટર સારો શોટ મારે તો તેના રન ગણવામાં આવતા નહોતા.

લૉ 38.3: માંકડિંગ આઉટ

આ નિયમને 41 (અનફેર પ્લે)થી 38 (રન આઉટ) માં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. તે અનુસાર જો બોલર બોલિંગ કરે તે પહેલા નોન સ્ટ્રાઈકર પોતાની ક્રીજથી બહાર નીકળે તો બોલર સ્ટમ્પ્સ પર બોલ ફેંકીને બેટ્સમેનને આઉટ કરે તો નોન સ્ટ્રાઈકરને રન આઉટ (માંકડિંગ) કરાર આપવામાં આવશે. આ પ્રકારની સ્થિતિ રન આઉટની કેટેગરીમાં નહોતી. જો આ પ્રકારના રન આઉટમાં અપીલ કરવામાં ના આવે તો અમ્પાયર તેને ડેડબોલ ગણી શકે છે. આ બોલ ઓવરમાં કાઉન્ટ કરવામાં નહીં આવે.

લૉ 41.3: લાળનો ઉપયોગ

કોરોનાકાળમાં ક્રિકેટ શરૂ કરવા માટે લાળના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ICC એ જણાવ્યું છે કે, લાળ-થૂંકના ઉપયોગ વગર પણ બોલર પરસેવાના ઉપયોગથી બોલને સ્વિંગ કરવા માટે સક્ષમ છે. જે લાળની જેમ જ કામ કરે છે. આ કારણોસર લાળના ઉપયોગ પર સ્થાયીરૂપે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Women's World Cup: પાકિસ્તાની કેપ્ટનની પુત્રીને મળ્યો ભારતીય ટીમનો ભરપુર પ્રેમ - વીડિયો જોઇ લોકો થયા મંત્રમુગ્ધ

માંકડિંગ એટલે શું?

બોલર બોલિંગ કરે તે પહેલા બેટ્સમેન ક્રીજ પરથી બહાર નીકળી જાય અને બોલર સ્ટમ્પ્સ પર બોલ ફેંકીને બેટ્સમેનને આઉટ કરે તો તેને માંકડિંગ (mankading) કહેવામાં આવે છે. પૂર્વ ભારતીય સ્પિનર વીનૂ માંકડના નામ પરથી આ પ્રોસેસને માંકડિંગ કહેવામાં આવે છે. વીનૂ માંકડે વર્ષ 1947માં આ માંકડિંગથી ઓસ્ટ્રેલિયાના બિલ બ્રાઉનને આઉટ કર્યો હતો.

આ પણ વાંચો - IPL Schedule: આઈપીએલ 2022નું ટાઇમ ટેબલ જાહેર, 4 મેદાન પર રમાશે 70 મેચ, જાણો તારીખ અને સમય

વર્ષ 1992-93ની સીરિઝ દરમિયાન કપિલ દેવે દક્ષિણ આફ્રિકાના પીટર કર્સ્ટનને માંકડિંગથી આઉટ કર્યો હતો. ઘરેલુ ક્રિકેટમાં સ્પિનર મુરલી કાર્તિકે બંગાળના સંદીપન દાસને રણજી ટ્રોફીમાં માંકડિંગથી આઉટ કર્યો હતો.

અશ્વિને પણ કરી હતી માંકડિંગ

વર્ષ 2019ના IPL સત્રમાં રાજસ્થાન રૉયલ્સના બેટ્સમન જોસ બટલર 69 રન પર રનઆઉટ થયા હતા. કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિને જોસ બટલરને માંકડિંગથી આઉટ કર્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:

Tags: India Sports, Indian Cricket, Indian cricketers

આગામી સમાચાર