ભારતની સુપરસ્ટાર અને પાંચ વખતની ચેમ્પિયન એમસી મેરિકોમે (48 કિગ્રા) 10મી એઆઈબીએ મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કરીને સાતમો મેડલ નિશ્ચિત કરી લીધો છે.
પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરિકોમે ચીનની યૂ વુ સામે 5-0(30-27, 29-28, 30-27, 29-28, 30-27)થી શાનદાર જીત મેળવી હતી. હવે મેરિકોમ ગુરુવારે સેમિફાઇનલમાં ઉત્તર કોરિયાની હયાંગ મી કિમ સામે ટકરાશે. જેને તેમે ગત વર્ષે એશિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવી હતી. મેરિકોમ આગળ ચીનની ખેલાડી સામે નિસહાય જણાતી હતી.
મુકાબલા પછી મેરિકોમે કહ્યું હતું કે આ મુકાબલો ઘણો મુશ્કેલ પણ ન હતો અને આસાન પણ ન હતો. હું રિંગમા ધ્યાન ભંગ થવા દેતી નથી, જેનો ફાયદો મને મળે છે. હવે હું મેડલ રાઉન્ડમાં પહોંચી ગઈ છું. વધારે આત્મવિશ્વાસ સાથે રમીશ નહીં.
બીજી તરફ ભારતની યુવા બોક્સર મનીષા મૌન (54 કિગ્રા)નો 2016ના વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડાલિસ્ટ સ્ટોયકા પેટ્રોવા સામે 1-4થી પરાજય થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર