કર્ણાટક તરફથી રમનાર મયંક અગ્રવાલને આ સિઝનમાં આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ખરીદ્યો હતો. ઘરેલૂ ટૂર્નામેન્ટમાં પોતાના બલ્લાથી દમ બતાવી ચૂકેલ મયંક માટે આઈપીએલની આ સિઝન કઈ ખાસ રહી નહતી. આઈપીએલમાં એક-બે ઈનિંગને છોડી દેવામાં આવે તો મયંક ખરાબ રીતે ફ્લોપ રહ્યો, પરંતુ ઘરેલૂ ટૂર્નામેન્ટમાં મયંક પોતાની શાનદાર બેટિંગથી વિરાટ કોહલી અને સચિન તેંડૂલકર જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી ચૂક્યો છે. મયંક અગ્રવાલની પર્સનલ લાઈફ ખુબ જ રોમેન્ટીક છે.
તે ઘણીવાર પોતાની ગર્લફ્રેન્ડ આશિતા સૂદ સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે છે. મયંકે પાછલા વર્ષે ડિસેમ્બરમાં આશિતાને પ્રપોઝ કર્યું હતું અને હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે, આ બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. મયંકે પોતાના લગ્નની જાણકારી 31મેના દિવસે એક ટ્વિટ કરીને આપી હતી. તે ઉપરાંત તેને 2 જૂને મયંકે વધુ એક ટ્વિટ કરીને જશ્નની તૈયારી વિશે જણાવ્યું હતું. બે જૂને કરેલ આ ટ્વિટમાં મયંકે લખ્યું કે, લગ્નની તૈયારીઓ હવે શરૂ થઈ ચૂકી છે.
પંજાબની ટીમમાં મયંકના સાથીદાર કેએલ રાહુલે પણ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લગ્નની શુભેચ્છા પાઠવી હતી. કેએલે લખ્યું કે, મયંકના જીવનનો આજે ખુબ જ મોટો દિવસ છે. જણાવી દઈએ કે, મયંકે લંડનના થેમ્સ રિવરના કિનારા પર હવાઈ હિંચકા પર પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યો હતો, ત્યાર બાદ આશિતા તેને ન પાડી શકી નહતી. અશિતા અને મયંકને આવનાર જીવન માટે ઘણા બધા ક્રિકેટર્સે શુભેચ્છાઓ પાઠવી છે.