બેંગ્લોરને હરાવી રાજસ્થાનની 30 રને શાનદાર જીત

News18 Gujarati
Updated: May 19, 2018, 7:47 PM IST
બેંગ્લોરને હરાવી રાજસ્થાનની 30 રને શાનદાર જીત

  • Share this:
આઈપીએલમાં આજે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ ફિલ્ડીંગ કરવા આમંત્રણ આપ્યું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી 20 ઓવરના અંતે 05 વિકેટના નુકશાને 164 રન બનાવી બેંગ્લોરને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 19.2 ઓવરમાં માત્ર 134 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું. આ રીતે રાજસ્થાન રોયલ્સની શાનદાર 30 રને જીત થઈ છે.

રાજસ્થાન - કોણ કેટલા રન બનાવી આઉટ થયું

- પ્રથમ ઓવરના ચોથા બોલે ઉમેશ યાદવની ઓવરમાં જોફ્રા આર્ચર 04 બોલામાં એક પણ રન બનાવ્યા વગર પાર્થિવ પટેલના હાથે કેચ આઉટ થયો

- 14મી ઓવરના પ્રથમ બોલે ઉમેશ યાદવની ઓવરમાં આજિંક્ય રહાણે 31 બોલમાં 33 રન બનાવી એલબીડબલ્યૂ આઉટ
- 19મી ઓવરના છેલ્લા બોલે મોહમ્મદ સિરાજની ઓવરમાં હેન્રિચ ક્લાસેન 21 બોલમાં 32 રન બનાવી મોઈન અલીના હાથે કેચ આઉટ થયો
- 20મી ઓવરના છેલ્લા બોલે ટીમ સાઉદીની ઓવરમાં કે. ગૌથમ 05 બોલમાં 14 રન બનાવી રન આઉટ થયો- 14મી ઓવરના બીજા બોલે ઉમેશ યાદવની ઓવરમાં સંજૂ સેમસન 01 બોલમાં એક પણ રન બનાવ્યા વગર મોઈન અલીના હાથે કેચ આઉટ થયો

બેંગ્લોર - કોમે કેટલી વિકેટ લીધી
યુજવેન્દ્ર ચહલે 04 ઓવરમાં 26 રન આપી એક પણ વિકેટ ન લીધી
ઉમેશ યાદવે 04 ઓવરમાં 25 રન આપી 03 વિકેટ લીધી
મોઈન અલીએ 02 ઓવરમાં 19 રન આપી એક પણ વિકેટ ન લીધી
ટીમ સાઉદીએ 04 ઓવરમાં 37 રન આપી એક પણ વિકેટ ન લીધી
મોહમ્મદ સિરાજે 04 ઓવરમાં 33 રન આપી 01 વિકેટ લીધી
કોલિન ડીગ્રૈંડહોમે 02 ઓવરમાં 23 રન આપી એક પણ વિકેટ ન લીધી

બેંગ્લોર - કોણ કેટલા રન બનાવી આઉટ થયું
- ત્રીજી ઓવરના પાંચમા બોલે કે. ગૌથમની ઓવરમાં વિરાટ કોહલી 09 બોલમાં 04 રન બનાવી ક્લીન બોલ્ડ આઉટ થયો
- 9મી ઓવરના ત્રીજા બોલે શ્રેયશ ગોપાલની ઓવરમાં પાર્થિવ પટેલ 21 બોલમાં 33 રન બનાવી સ્ટમ્પ્ડ આઉટ થયો
- 9મી ઓવરના છેલ્લા બોલે શ્રેયશ ગોપાલની ઓવરમાં મોઈન અલી 02 બોલમાં માત્ર 01 રન બનાવી કેચ એન્ડ બોલ્ડ આઉટ થયો
- 11મી ઓવરના ત્રીજા બોલે શ્રેયષ ગોપાલની ઓવરમાં મનદીપ સિંગ 04 બોલમાં 03 રન બનાવી વિકેટ કિપરના હાથે સ્ટમ્પ્ડ આઉટ
- 12મી ઓવરના છઠ્ઠા બોલે ઈશ સોઢીની ઓવરમાં કોલિન ડિગ્રૈંડહોમ 03 બોલમાં 02 રન બનાવી આજિંક્ય રહામેની ઓવરમાં કેચ આઉટ થયો
- 13મી ઓવરના ચોથા બોલે શ્રેયશ ગોપાલની ઓવરમાં એબી ડેવિલિયર્સ 35 બોલમાં 53 રન બનાવી સ્ટમ્પ્ડ આઉટ
- 16મી ઓવરના પ્રથમ બોલે બેન લૌગલીનની ઓવરમાં સરફરાજ ખાન 08 બોલમાં સાત રન બનાવી હેન્રિચ ક્લાસેનના હાથે આઉટ
- 16મી ઓવરના બીજા બોલે બેન લૌગલીનની ઓવરમાં ઉમેશ યાદવ 01 બોલમાં એક પણ રન બનાવ્યા વગર ગોલ્ડન ડક નિયમ મુજબ બોલ્ડ આઉટ થયો
- 18મી ઓવરના છેલ્લા બોલે જયદેવ ઉનડકટની ઓવરમાં ટીમ સાઉદી 17 બોલમાં 14 રન બનાવી ક્રિષ્નપ્પા ગૌથમના હાથે કેચ આઉટ થયો

રાજસ્થાન - કોણે કેટલી વિકેટ લીધી
ક્રિષ્નપ્પા ગૌથમે 02 ઓવરમાં 06 રન આપી 01 વિકેટ લીધી
જોફ્રા આર્ચરે 04 ઓવરમાં 37 રન આપી એક પણ વિકેટ ન લીધી
બેન લૌગલીને 02 ઓવરમાં 15 રન આપી 02 વિકેટ લીધી
જયદેવ ઉનડકટે 3.2 ઓવરમાં 27 રન આપી 02 વિકેટ લીધી
શ્રેયશ ગોપાલે 04 ઓવરમાં 16 રન આપી 04 વિકેટ લીધી
ઈશ સોઢીએ 04 ઓવરમાં 31 રન આપી 01 વિકેટ લીધી

રાજસ્થાન રોયલ્સ :

રાહુલ ત્રિપાઠી, અજિંક્યા રહાણે, હેન્રિચ ક્લાસેન સંજુ સેમસન, બેન લૌગલીન, સ્ટુઅર્ટ બિન્ની, જોફ્રા આર્ચર, ક્રિષ્નાપ્પા ગૌથમ, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી, ઈશ સોઢી

બેંગ્લોર ટીમ

બ્રેંડન મૈકુલમ, ક્વિંટન ડિકોક, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, સરફરાજ ખાન, મનદીપ સિંહ, ક્રિસ વોક્સ, વોશિંગ્ટન સુંદર, કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ, યુજવેંદ્ર ચહલ, કોલિન ડિગ્રૈંડહોમ, મોઈન અલી, મનન વોહરા, અનિકેત ચૌધરી, નવદીપ સૈની, મુરૂગન અશ્વિન, પવન નેગી, મોહમ્મદ સિરાઝ, કોરી એંડરસન, પાર્થિવ પટેલ, અનિરુદ્ધ જોશી, પવન દેશ પાંડે. ટિમ સાઉદી.

 
First published: May 19, 2018
વધુ વાંચો
अगली ख़बर