Home /News /sport /કોણ છે MCC, જે 235 વર્ષથી બનાવી રહ્યું છે ક્રિકેટના નિયમ, ICC પણ માને છે તેની દરેક વાત

કોણ છે MCC, જે 235 વર્ષથી બનાવી રહ્યું છે ક્રિકેટના નિયમ, ICC પણ માને છે તેની દરેક વાત

MCC જ ક્રિકેટના નિયમો બનાવે છે. (Image- shutterstock)

MCC Announces New Code of Laws: ક્રિકેટની વર્લ્ડ સંસ્થા ICC છે. પરંતુ તેના નિયમો મેરિલબોન ક્રિકેટ ક્લબ (Marylebone Cricket Club) બનાવે છે. આખરે MCC શું છે અને તે ક્યારે અસ્તિત્વમાં આવ્યું? અહીં તેના વિશે વિગતવાર જાણો.

    નવી દિલ્હી. હાલ મેરિલબોન ક્રિકેટ ક્લબ (Marylebone Cricket Club) ચર્ચામાં છે. કારણ ક્રિકેટના નિયમોમાં થયેલા ફેરફાર છે. પરંતુ ફેન્સ વિચારી રહ્યા હશે કે આખરે આઈસીસી (ICC) જ્યારે ક્રિકેટની વર્લ્ડ સંસ્થા છે તો તેમાં એમસીસી (MCC)ની શું ભૂમિકા. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આઈસીસી 1909માં અસ્તિત્વમાં આવ્યું. આજે તેના 100થી વધુ સભ્યો છે. જ્યારે પહેલો ઇન્ટરનેશનલ મુકાબલો એટલે કે ટેસ્ટ મેચ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે થયો હતો, તો એ સમયે કઈ રીતે નિયમો બન્યા? તમને જણાવીએ કે MCC આજથી 200 વર્ષ પહેલા જ અસ્તિત્વમાં આવી ગયું હતું. આ જ નિયમ અનુસાર ક્રિકેટ મેચ થાય છે. આઈસીસી આજે પણ તેને માને છે. 1989 સુધી એમસીસીના ચેરમેન અને અધ્યક્ષ જ આઈસીસીના નિર્ણયો લેતા.

    Q. મેરિલબોન ક્રિકેટ ક્લબ ક્યારે અસ્તિત્વમાં આવ્યું?

    A. મેરિલબોન ક્રિકેટ ક્લબ આજથી 235 વર્ષ પહેલા 1787માં અસ્તિત્વમાં આવ્યું. 1814માં લોર્ડ્સ મેદાન તેનું મુખ્ય મથક બન્યું. MCC ક્રિકેટના નિયમો બનાવે છે અને સમયાંતરે તેમાં ફેરફાર પણ કરે છે.

    Q. આઈસીસી (ICC) ક્યારે અસ્તિત્વમાં આવ્યું?

    A. ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1909માં અસ્તિત્વમાં આવ્યું, એટલે કે આજથી 113 વર્ષ પહેલા. પરંતુ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી.

    આ પણ વાંચો: MCCએ ક્રિકેટના નિયમોમાં કર્યા ફેરફાર, માંકડિંગને મળી મંજૂરી

    Q. ICC પહેલા નિયમો કઈ રીતે બનતા?

    A. ICCના અસ્તિત્વમાં આવ્યા પહેલા ક્રિકેટ મેચ MCCના નિયમો અનુસાર રમાતી હતી. જ્યારે ICCની રચના થઈ ત્યારે તેણે પણ MCCના નિયમ અપનાવ્યા અને આજે પણ તેનો અમલ કરે છે. એટલે કે મેચ 22 યાર્ડની પીચ પર જ રમાશે, આ નિયમ MCC દ્વારા જ બનાવવામાં આવ્યો છે.

    Q. તો આઈસીસી શું કરે છે?

    A. 1993માં MCCના એડમિનિસ્ટ્રેટિવ અને ગવર્નન્સ કાર્યો ICC ને સોંપવામાં આવ્યા. હવે MCC પાસે માત્ર નિયમો અને એ સંબંધિત કામ બચ્યું છે.

    Q. MCCના કેટલા સભ્યો છે?

    A. MCCના 18 હજાર ફુલ મેમ્બર અને 5 હજાર એસોસિએટ મેમ્બર્સ છે. કોઈપણ નિયમમાં ફેરફાર માટે બે તૃતીયાંશ સભ્યોની મંજૂરી જરૂરી છે.

    આ પણ વાંચો: IPL 2022નું ટાઇમ ટેબલ જાહેર, 4 મેદાન પર રમાશે 70 મેચ, જાણો તારીખ અને સમય

    Q. શું MCC ગમે ત્યારે નિયમો બદલી શકે છે?

    A. ના, એવું નથી. MCC ICC અને તેની સાથે સંકળાયેલ વ્યક્તિઓ જેમ કે અમ્પાયર અને સ્કોરર સાથે પરામર્શ કર્યા પછી જ નિયમોમાં ફેરફાર કરી શકે છે.

    Q. MCC બીજું શું કામ કરે છે?

    A. MCCની પોતાની શાળા અને યુનિવર્સિટીની ટીમ છે. દર વર્ષે તેના ખેલાડીઓ 480થી વધુ મેચો રમે છે. તેમની પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ પણ થાય છે. MCCનું પોતાનું મેદાન પણ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: આઇસીસી, બીસીસીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन