6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરિકોમ નંબર-1 બોક્સર બની

ભારતની દિગ્ગજ બોક્સર ગત વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રામાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો

News18 Gujarati
Updated: January 11, 2019, 7:53 AM IST
6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરિકોમ નંબર-1 બોક્સર બની
6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરિકોમ નંબર વન બોક્સર બની
News18 Gujarati
Updated: January 11, 2019, 7:53 AM IST
રેકોર્ડ 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરિ કોમ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન (એઆઈબીએ)ની વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1ના સ્થાન ઉપર પહોંચી ગઈ છે. ભારતની દિગ્ગજ બોક્સર ગત વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રામાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

મેરિકોમ વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી સફળ બોક્સર બની હતી. એઆઈબીએના અપડેટ થયેલા રેન્કિંગમાં 1700 પોઇન્ટ સાથે મેરીકોમ 48 કિગ્રા વર્ગમાં ટોચના સ્થાને છે. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ મેરિકોમ માટે ગત વર્ષ જેટલું શાનદાર રહ્યું હતું તો આ વર્ષ પડકારથી ભરેલું છે. આ વર્ષે મેરિકોમ માટે સૌથી મોટો પડકાર 2020 ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો છે.

6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરિકોમ નંબર વન બોક્સર બની


મેરિકોમ 48 કિગ્રામાં દુનિયાની નંબર વન બોક્સર બની ગઈ છે પણ ઓલિમ્પિકમાં હાલ આ વર્ગનો સમાવેશ કરાયો નથી. તેથી તેને લંડન ઓલિમ્પિક્સની જેમ આ વખતે પણ 51 કિગ્રામાં ઉતરવું પડશે.
First published: January 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...