Home /News /sport /પ્રિતિનો માસ્ટર શોર્ટ, ગેલથી પણ ખતરનાક ખેલાડીને કર્યો રિટેન

પ્રિતિનો માસ્ટર શોર્ટ, ગેલથી પણ ખતરનાક ખેલાડીને કર્યો રિટેન

    આપીએલમાં ઓસ્ટ્રેલિયન ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ આ વર્ષે પણ કિંગ્સ ઈલેવન પંજાબમાંથી રમતો નજરે પડશે. સ્ટોઈનિસ પર ઘણી બધી ફ્રેન્ચાઈઝીયોએ તેમના પર બોલી લગાવી હતી. સ્ટોઈનિસની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. ફ્રેન્ચાઈઝીયોએ આ કિંમતને 6 કરોડ 20 લાખ સુધી પહોંચાડી દીધી હતી. જોકે પ્રિતિએ માસ્ટર્સ શોર્ટ રમતા તેમને રાઈટ ટૂ મેચ દ્વારા સ્ટોઈનિસને પોતાની ટીમમાં એન્ટ્રી કરાવી લીધી હતી.

    સ્ટોઈનિસ અંતિમ ઓવરમાં મોટા શોર્ટ લગાવવા માટે ફેમસ છે. તે ઉપરાંત તે નાના ફોર્મેટમાં પણ પોતાની ઘાતક બોલિંગ દ્વારા પણ વિરોધીઓને મુશ્કેલીમાં મૂકી દેવાની ક્ષમતા રાખે છે. સ્ટોઈનિસને આઈપીએલ 2015માં સૌથી પહેલા દિલ્હીએ ખરીદ્યો હતો. ત્યાર બાદ 2016માં કિંગ્સ ઈલેવન પંજાબે તેને 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પાછલા બે વર્ષથી આઈપીએલમાં પંજાબ તરફથી રમનાર સ્ટોઈનિસે અત્યાર સુધી 12 મેચ રમી છે. સ્ટોઈનિક આઈપીએલમાં એક અર્ધશતક પણ ફટકારી ચૂક્યો છે, જ્યારે બોલિંગમાં તેમને મુંબઈ સામે 15 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

    પાછલા કેટલાક સમયથી માર્કસ સ્ટોઈનિસ ઓસ્ટ્રેલિયાનો એક શાનદાર ઓલરાઉન્ડ બનીને સામે આવ્યો છે. આ કારણે જ બધી ફ્રેન્ચાઈઝીયોને તેમના પર દાવ લગાવવો યોગ્ય લાગ્યું હતું. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ વનડે સિરીઝમાં પણ સ્ટોઈનિસે કેટલીક સારી ઈનિંગ્સ રમી હતી. સિરીઝની પાંચમી વનડેમાં સ્ટોઈનિસે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધારે 87 રનોની ઈનિંગ રમી, જેમાં તેને 4 સિક્સ ફટકારી હતી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: IPL 2018 Auction, KXIP

    विज्ञापन
    विज्ञापन