Home /News /sport /

અફઘાનિસ્તાન સામે કોહલી જ નહીં, કોઇ ટોપ ખેલાડી નહીં રમે મેચ

અફઘાનિસ્તાન સામે કોહલી જ નહીં, કોઇ ટોપ ખેલાડી નહીં રમે મેચ

    ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સરે સાથે વિરાટ કોહલીના કરારની વાત સ્પષ્ટ થયા બાદ તે નક્કી છે.કોહલી અફઘાનિસ્તાન સામે તેની પ્રથમ ટેસ્ટમાં નહી રમે.પરંતુ સંભાવનાએ બાબતની પણ છે કે કોહિલી જ નહીં પણ ટીમ ઇન્ડિયાના ટોચના સાત-આઠ ખેલાડી 14 જુનથી બેંગલુરુમાં શરૂ થઇ રહેલા ઐતિહાસિક ટેસ્ટમાં ભાગ નહીં લે.

    સુત્રો મુજબ, સુપ્રીમ કોર્ટના સંચાલકોની સમિતિ એટલે કે COA નું ફોકસ ઈંગ્લેન્ડની મુલાકાત પર છે. અફઘાનિસ્તાન સામે બીજા ક્રમની ટીમને ઉતારીને મુખ્ય ખેલાડીઓને સત્તાવાર મુલાકાતથી જ ઈંગ્લેન્ડ મોકલવાની યોજના બનાવી છે.

    ચેતેશ્વર પુજારા, ઇશાંત શર્મા તો પહેલેથી જ કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે, કોહલી અને આર અશ્વિને પણ કાઉન્ટી રમવાનો કરાર કરી લીધો છે. કાઉન્ટીમાં રમી રહેલા ક્રિકેટર્સને અફગાનિસ્તાન ટેસ્ટ માટે પાછા બોલાવવામાં નહીં આવે. આ ઉપરાંત ત્રણ અથવા ચાર ખેલાડીઓને ભારત એને ઇંગ્લેન્ડના પ્રવાસ પર રાહુલ દ્વવીડની કોચિંગ હેઠળ આઈપીએલ પછી ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. આમાં મુરલી વિજય, શિખર ધવન, અજિંક્ય રાહાણે અને ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓ સામેલ છે.

    સીઇઓના પ્રયત્નો છે કે ભારતનો પ્રવાસ શરૂ થયા પહેલા જ મુખ્ય ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ત્યાં સુધીમાં તે પોતાની જાતને ઢાળી શકે. જો જરૂર પડે તો પછી કેટલાક ખેલાડીઓમાટે અફગાનિસ્તાન ટેસ્ટ માટે ઇંગ્લેન્ડ પાછા બોલાવવાનો વિકલ્પ પણ ખુલ્લો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Indian players

    આગામી સમાચાર