આઈસીસીમાં મોટો ફેરફાર, મનુ સાહનીને મળી આ ખાસ જવાબદારી

આઈસીસીએ મનુ સાહનીની પોતાના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) તરીકે નિમણુક કરી

રિચર્ડસન આ વર્ષે જુલાઈમાં યોજાનાર વર્લ્ડ કપ સુધી આઈસીસી સાથે જોડાયેલા રહેશે

 • Share this:
  આઈસીસીએ મનુ સાહનીની પોતાના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) તરીકે નિમણુક કરી છે. તેમણે તત્કાલ પ્રભાવથી ડેવિડ રિચર્ડસનનું સ્થાન લીધું છે. જોકે રિચર્ડસન આ વર્ષે જુલાઈમાં યોજાનાર વર્લ્ડ કપ સુધી આઈસીસી સાથે જોડાયેલા રહેશે.

  આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું હતું કે સાહની છેલ્લા છ સપ્તાહથી રિચર્ડસન સાથે કામ કરી રહ્યા હતા. જેથી તે આસાનથી પોતાની જવાબદારી સંભાળવામાં સફળ થઈ શકે.

  સાહનીએ કહ્યું હતું કે મને ડેવિડ પાસેથી આ પદ પોતાના હાથમાં લેવાથી ઘણી ખુશી થઈ રહી છે. તેમણે છેલ્લા સાત વર્ષોમાં આ રમતને એટલી મજબૂતીથી આગળ વધારી છે. મને એ કહેતા ખુશી થઈ રહી છે કે તે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના આયોજન સુધી પોતાનું નેતૃત્વ જારી રાખશે. ક્રિકેટના સૌથી મોટા ઉત્સવનું સફળ આયોજન સુનિશ્ચિત કરવા માટે તેના કરતા વધારે બેસ્ટ કોઈ વ્યક્તિ નથી.

  આ પણ વાંચો - ICCએ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો ફેરફાર, હવે એક બોલ પર બે ખેલાડી થશે આઉટ!

  સાથે તેમણે કહ્યું હતું કે હું આવનાર અવસરોથી ઉત્સાહિત છું અને હું પોતાના સભ્યો, ભાગીદારો અને કર્મચારીઓ સાતે રમતને વૈશ્વિક સ્તર ઉપર આગળ વધારવાના ઉદ્દેશ્યથી કામ કરવા માટે તૈયાર છું.

  પૂર્વ સીઈઓ ડેવિડ રિચર્ડસને કહ્યું હતું કે મેં આઈસીસી સાથે પોતાના સફરને સારી રીતે એન્જોય કરી છે. આ દરમિયાન અમે જે પણ કાંઇ મેળવ્યું તેનાથી હું ખુશ છું.

  સાહની ભારતીય છે અને તે આ પહેલા સિંગાપુરના સ્પોર્ટ્સ હબ સાથે સીઈઓ તરીકે કામ કરતા હતા. આ સિવાય 17 વર્ષો સુધી ઇએસપીએન સ્ટાર સ્પોર્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેમની પાસે 22 વર્ષનો કર્મિશિયલ અનુભવ છે.
  Published by:Ashish Goyal
  First published: