ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની માન્ચેસ્ટર યૂનાઇટેડમાં વાપસી, 216 કરોડ રૂપિયામાં થયો એગ્રીમેન્ટ

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની 13 વર્ષ પછી માન્ચેસ્ટર યૂનાઇટેડમાં વાપસી, 216 કરોડ રૂપિયામાં થયો એગ્રીમેન્ટ

Cristiano Ronaldo- વર્તમાનમાં રોનાલ્ડો જુવેન્ટ્સ ક્લબ તરફથી રમી રહ્યો છે

  • Share this:
    લંડન : સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)માન્ચેસ્ટર યૂનાઇટેડમાં (Manchester United) સામેલ થશે. ટોપ ઇંગ્લિશ ફૂટબોલ ક્લબે 27 ઓગસ્ટે જાહેર કરેલા એક નિવેદનમાં આ જાણકારી આપી છે. યૂનાઇટેડના મતે રોનાલ્ડોના ટ્રાન્સફર માટે જુવેન્ટ્સ (Juventus)સાથે એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. વર્તમાનમાં રોનાલ્ડો જુવેન્ટ્સ ક્લબ તરફથી રમી રહ્યો છે. ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની 13 વર્ષ પછી માન્ચેસ્ટર યૂનાઇટેડમાં પાછો ફરશે.

    ક્લબ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે માન્ચેસ્ટર યૂનાઇટેડને એ પૃષ્ટિ કરતા ખુશી થઇ રહી છે કે ક્લબે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના ટ્રાન્સફર માટે જુવેન્ટ્સ સાથે એક એગ્રીમેન્ટ કરી લીધો છે. જે પર્સનલ ટર્મ, વીઝા અને મેડિકલના એગ્રિમેન્ટના અધીન છે.


    ઇટાલિયન મીડિયાના રિપોર્ટ પ્રમાણે રોનાલ્ડોને માન્ચેસ્ટર યૂનાઇટેડે 25 મિલિયન યૂરો એટલે કે 216 કરોડ રૂપિયાથી વધારે કિંમતમાં ખરીદ્યો છે. જોકે ડીલની ફાઇનાન્સિયલ ડિટેલ હજુ સાર્વજનિક રૂપથી જાહેર કરવામાં આવી નથી.

    આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ પહેરી લક્ઝુરિયસ ઘડિયાળ, કિંમત એટલી કે અમદાવાદમાં આવી જાય બે-ત્રણ બંગલા

    પાંચ વખતના Ballon d’Or વિજેતા રોનાલ્ડોએ અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 30થી વધારે પ્રમુખ ટ્રોફીઓ જીતી છે. જેમાં 5 UEFA ચેમ્પિયન્સ લીગ ટાઇટલ, ચાર FIFA ક્લબ વર્લ્ડ કપ, ઇંગ્લેન્ડ, સ્પેન અને ઇટાલીમાં સાત લીગ ટાઇટલ અને પોર્ટુગલ માટે યૂરોપિય ચેમ્પિયનશિપ પણ સામેલ છે.

    રોનાલ્ડો 2003થી 2009 વચ્ચે રોનાલ્ડો માન્ચેસ્ટર યૂનાઇટેડ તરફથી રમ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન 292 મેચમાં 118 ગોલ કર્યા હતા. આ કાર્યકાળ દરમિયાન 292 મેચમાં 118 ગોલ કર્યા હતા. પહેલા જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે રોનાલ્ડો જુવેન્ટ્સ છોડી શકે છે. તેના કોચ માસિમિલિયાનો અલેગ્રીએ શુક્રવારે આ જાણકારી આપી હતી કે તેની ક્લબ સાથે જોડાઇ રહેવાની કોઇ યોજના નથી. આ પછી કહેવાય રહ્યું હતું કે રોનાલ્ડો માન્ચેસ્ટર સિટીમાં જઈ શકે છે. જોકે તેણે માન્ચેસ્ટર યૂનાઇટેડની પસંદગી કરી છે.
    Published by:Ashish Goyal
    First published: