Video : ફેન પહેલા પાક કેપ્ટનને બોલ્યો અપશબ્દો, પછી માફી માંગી

News18 Gujarati
Updated: June 22, 2019, 2:16 PM IST
Video : ફેન પહેલા પાક કેપ્ટનને બોલ્યો અપશબ્દો, પછી માફી માંગી
વીડિયોમાંથી લીધેલી તસવીર

ભારતની સામે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં હાર પછી પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ એહમદને ફેન્સના ગુસ્સાનો શિકાર બનવું પડી રહ્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારતની સામે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં હાર પછી પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ એહમદને ફેન્સના ગુસ્સાનો શિકાર બનવું પડી રહ્યું છે. આ હાર બાદ પાકિસ્તાનીઓ તમામ ખેલાડીઓને ઘેરી રહ્યા છે. પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાઝને એક વખત ફરીથી શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો. તે પણ ત્યારે જ્યારે તે પોતાના પરિવાર અને બાળકો સાથે મોલમાં ફરી રહ્યો હતો. ઇંગ્લેન્ડમાં પરિવારની સાથે મોલમાં ફરતા પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝની સાથે એક યુવકે ગેરર્તણૂક કરી અને તેને અપશબ્દ કહ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જોકે ફેને પાક કેપ્ટનની માફી માંગી લીધી છે.

વીડિયોમાં ફેને કહ્યું કે, 'ભાઇ, ભાઇ આપ સુઅરની જેમ આટલા જાડા કેમ છો? તમે સુઅર જેવા મોટા છો એટલે ઓછું ડાઇટ લી. તમે પાકિસ્તાનનું નામ રોશન કર્યું છે.'

આ ઘટના પછી પણ પાકિસ્તાન ટીમનાં કેપ્ટન સરફરાઝે પોતાનાં ગુસ્સા પર કાબુ રાખ્યો અને તેને નજરઅંદાજ કર્યો. ત્યારબાદ બાળકને તેડી સરફરાઝ કંઇ પણ કહેતા નથી અને ત્યાંથી આગળ જતા રહે છે. આ ઘટનાને કારણે પાકિસ્તાન સાથે દુનિયાભરમાં રોષ દેખાઇ રહ્યો છે.



આ પહેલી વખત નથી જ્યારે કોઇ ફેને સરફરાઝની બેઇજ્જતી કરી છે. આ પહેલા પણ પાકિસ્તાનનાં કેપ્ટનને મેદાનમાં જ ઘણું શર્મશાર થવું પડ્યું છે. પાક ટીમની ફિટનેસને કારણે તેમના ફેન્સ ઘણાં જ ગુસ્સે છે.

 



ફેન્સ જ નહીં આની પહેલાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ બોલર શોએબ અખ્તર પણ સરફરાઝની ફિટનેસ પર પ્રશ્ન ઉઠાવી ચૂકયા છે. અખ્તરે કહ્યું હતું કે, 'સરફરાઝ જ્યારે ટોસ માટે આવે છે તો તેમનું ખૂબ મોટું પેટ દેખાય છે. તેનું મોં પણ બહુ મોટું દેખાઇ રહ્યું હતું. તે પહેલાં એવા કેપ્ટન છે જે આટલા અનફિટ છે. મેં આટલો અનફિટ કેપ્ટન જોયો નથી. કીપિંગમાં પણ તેને મુશ્કેલી પડી રહી છે. ટીમમાં પસંદગી કયા આધાર પર થઇ રહી છે તે એક પ્રશ્ન છે.'
First published: June 22, 2019, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading