Malala Yousafzai : નોબેલ પુરસ્કાર વિજેતા મલાલાએ બ્રિટનમાં રચાવ્યા નિકાહ, પતિનો ક્રિકેટ સાથે શું છે સંબંધ?

મલાલા યૂસુફઝઈના લગ્ન થયા, પતિ પીસીબી સાથે જોડાયેલો છે.

Malala Yousafzai : મલાલા યૂસુફઝઈ (Noble Prize Winner Malala Yousafzai)એ બ્રિટનમાં નિકાહ (Nikah in Britain) કરી લીધા છે. તેમણે મંગળવારે અસર મલિક (Asser Malik) સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે.

  • Share this:
    નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસુફઝઈ (Noble Prize Winner Malala Yousafzai)એ બ્રિટનમાં નિકાહ (Nikah in Britain) કરી લીધા છે. તેમણે મંગળવારે અસર મલિક (Asser Malik) સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. આ અવસરે બંનેના પરીવારજનો હાજર રહ્યા હતા. મલાલાએ ટ્વિટ કરીને પોતાના લગ્ન અંગે જાણકારી આપી હતી.

    11 વર્ષની ઉંમરે તાલીબાને મારી હતી ગોળી  : પાકિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ માટે અવાજ ઉઠાવનાર મલાલાને તાલિબાને વર્ષ 2012માં શાળાએથી પરત ફરતી સમયે ગોળી મારી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 15 વર્ષ હતી. મલાલાને મહિલાઓના શિક્ષણ માટે અવાજ ઉઠાવવા માટે વર્ષ 2014માં માત્ર 17 વર્ષની ઉંમરે નોબેલ શાંત પુરસ્કાર એનાયત કરાયો હતો. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તે સૌથી નાની ઉંમરની વિજેતા હતી.

    પરીવારની હાજરીમાં કર્યા નિકાહ

    મલાલાએ પોતાના નવા જીવનની શરૂઆત અંગે ટ્વિટર પર ફોટોઝ શેર કરીને જાણકારી આપી હતી. તેણે ટ્વિટ કર્યું કે, આજ મારા જીવનનો સૌથી અનમોલ દિવસ છે. અસર અને હું જીવનભર માટે એકબીજાનો સાથે નિભાવવા માટે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છીએ. અમે બર્મિંઘમમાં અમારા પરીવારજનોની હાજરીમમાં એક નાનો નિકાહ સમારોહ યોજ્યો હતો. અમે આગળના સફર માટે એકસાથે ચાલવા ઉત્સાહિત છીએ. અમારે તમારી શુભકામનાઓની જરૂર છે.

    આ પણ વાંચો :  ind vs nz: રોહિત શર્મા ટી-20નો નવો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામેની ટીમ જાહેર, નવા ચહેરાઓને સ્થાન

    PCB સાથે જોડાયેલા છે અસર મલિક

    મલાલાએ તેના પતિ અસર મલિક વિશે અન્ય કોઇ જાણકારી આપી નથી. બંનેના નિકાહના 4 ફોટા તેણે ટ્વિટર પર શેર કરી તેના પતિનું નામ અસર મલિક હોવાનું જણાવ્યું છે. પરંતુ યુઝર્સનો દાવો છે કે અસર મલિક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)માં જનરલ મેનેજર છે.

    મલાલાના લગ્ન અંગે નિવેદનથી થયો હતો વિવાદ

    મલાલાને ઘણા દેશોમાં ખાસ કરીને વેસ્ટર્ન દેશોમાં તેના સાહસ અને મહિલાઓના અધિકારો માટે લડવામાં તેના સામર્થ્ય અંગે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. હાલમાં જ બ્રિટિશ વોગ મેગેઝિન સાથેની વાતચીતમાં મલાલાએ જણાવ્યું હતું કે, તેને નથી લાગતું કે તે ક્યારેય પણ લગ્ન કરશે.

    આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કેપ્ટન કોણ? જાણો વિરાટ કોહલીનો કેટલો છે પગાર, તેનાથી વધુ કમાય છે આ કેપ્ટન

    તેણે જણાવ્યું હતું કે, “મને સમજાતું નથી કે લોકો શા માટે લગ્ન કરે છે. જો તમારે તમારા જીવન કોઇ વ્યક્તિ જોઇએ છે તો તેના માટે કોઇ પેપર પર સહી કરવાની શું જરૂર છે, શા માટે તે એક પાર્ટનરશિપ ન હોઇ શકે?” મલાલાના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં સોશ્યલ મીડિયા યુઝર્સમાં બે ફાટાઓ પડી ગયા હતા. ઘણા લોકોએ તેના આ નિવેદન અંગ વિવાદ ઉભો કર્યો હતો, તો ઘણા લોકોએ મલાલાનું સમર્થન કર્યુ હતું.
    Published by:Jay Mishra
    First published: