વર્લ્ડ કપમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં જોવા મળશે અનેક મોટા ફેરફાર

News18 Gujarati
Updated: July 13, 2019, 11:11 AM IST
વર્લ્ડ કપમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં જોવા મળશે અનેક મોટા ફેરફાર
Indias MS Dhoni, left, stands with team coach Ravi Shastri in the nets during a training session ahead of their Cricket World Cup match against Australia at The Oval in London, Saturday, June 8, 2019. (AP Photo/Aijaz Rahi)

પસંદગી સમિતિ અને કોચિંગ સ્ટાફનો કરાર પૂર્ણ થવાનો છે, એવામાં બીસીસીઆઈ નવેસરથી લોકોની પસંદગી કરશે.

  • Share this:
વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમમાં બહુ ઝડપથી અનેક બદલાવ કરવામાં આવશે. હાર પછી બીસીસીઆઈ અમુક પરિવર્તન કરવા માંગે છે. આગામી સમયમાં પસંદગી સમિતિથી લઈને ટીમનાં કોચિંગ સ્ટાફમાં ફેરફાર જોવા મળશે. પસંદગી સમિતિ અને કોચિંગ સ્ટાફનો કરાર પૂર્ણ થવાનો છે, એવામાં બીસીસીઆઈ નવેસરથી લોકોની પસંદગી કરશે. 22મી ઓક્ટોબરના રોજ બીસીસીઆઈની ચૂંટણી બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી COAનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ જશે. બીસીસીઆઈ ઉપરાંત 23મી સપ્ટેમ્બરના રોજ બોર્ડના રાજ્ય સંઘોની પણ ચૂંટણી યોજાશે.

કોચિંગ સ્ટાફમાં ફેરફાર

ટીમની હાર પછી કોચ શાસ્ત્રી ઉપર પણ તલવાર લટકી રહી છે. જોકે, તેમનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ પછી સમાપ્ત થવાનો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ શ્રેણી સુધી તેમને આ પદ પર બન્યા રહેવાનું કહેવામાં આવ્યું છે. એવામાં માનવામાં આવે છે કે તેમનો કોન્ટ્રાક્ટ આગળ વધારવમાં નહીં આવે. તેઓ ગત વખતની જેમ ફરીથી આવેદન આપશે અને નવા કોચ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોચનો નિર્ણય CAC (ક્રિકેટ એડ્વાઈઝરી કમિટિ) કરે છે. બોર્ડ માટે નવી સીએસીની પસંદગી કરવાનું કામ પણ મુશ્કેલ છે. ગત વખતે વીવીએસ લક્ષ્મણ, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી તેનો ભાગ હતા. જોકે, લક્ષ્મણ અને ગાંગુલી હિતોના ટકરાવને લઈને સીએસીથી અલગ થઈ ગયા છે.ટીમ ઇન્ડિયાના સહાયક કોચ સંજય બાંગર વિશે ભારતીય ક્રિકેટ બોર્ડના અમુક લોકોનું માનવું છે કે તેમણે પોતાની જવાબદારી સારી રીતે નથી નિભાવી. તેઓ આનાથી સારું કામ કરી શકતા હતા. લોકો માની રહ્યા છે કે ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરુણની આગેવાનીમાં બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે ફિલ્ડિંગ કોચ શ્રીધર હોવાની અસર પણ ભારતીય ટીમની ફિલ્ડિંગમાં જોવા મળી હતી. પરંતુ આવી જ વાત બેટ્સમેન કોચ વિશે નથી કહેવામાં આવી રહી. તેના પર અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ટીમની અંદર ચોથા સ્થાનની ભૂમિકા નક્કી જ ન થઈ શકી હતી. આથી બેટિંગ કોચની જગ્યાએ માટો ફેરફાર શક્ય છે.

ટીમમાં મોટા ફેરફાર જોવા મળશેઆગામી વર્ષે ટી-20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાશે. આથી ટીમને એ રીતે તૈયાર કરવામાં આવશે. ટી-20 જેવા ફોર્મેટમાં નવાં યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવશે. નવી પસંદગી સમિતિ અને કોચિંગ સ્ટાફને કારણે ટીમમાં પણ મોટાં ફેરફાર જોવા મળી શકે છે. એમએસકે પ્રસાદની આગેવાની વાળી પાંચ સભ્યોની પસંદગી સમિતિ ઓક્ટોબરમાં યોજાનાર બોર્ડની સામાન્ય સભા સુધી જ છે.
First published: July 13, 2019, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading