ધોની ઝારખંડ રાજ્ય ક્રિકેટ ઍસોસિયેશનનો આજીવન મેમ્બર બનશે

News18 Gujarati
Updated: September 28, 2019, 3:55 PM IST
ધોની ઝારખંડ રાજ્ય ક્રિકેટ ઍસોસિયેશનનો આજીવન મેમ્બર બનશે
ધોની ઝારખંડ રાજ્ય ક્રિકેટ એસોસિયેશનનો આજીવન મેમ્બર બનશે

ધોનીએ નવી કમિટીના પદાધિકારીઓ અને સભ્યો સાથે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જેએસસીએ સ્ટેડિયમમાં રમાનાર ત્રીજી ટેસ્ટની તૈયારીઓને લઈને પણ ચર્ચાઓ કરી

  • Share this:
ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ને ઝારખંડ રાજ્ય ક્રિકેટ ઍસોસિયેશન(JSCA)નો આજીવન સભ્ય બનાવવામાં આવશે. જેએસસીએની મેનેજિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેએસસીએના આ પ્રસ્તાવ પર ધોનીએ પણ પોતાના સહમતિ આપી દીધી છે. જલ્દી આને લઈને ઔપચારિકતા પુરી કરવામાં આવશે.

જેએસસીએના નવા અધ્યક્ષ ડૉ.નફીસ અખ્તરે કહ્યું હતું કે ધોનીએ જેએસસીએમાં આજીવન સભ્ય બનવાને લઈને પોતાની મંજૂરી આપી દીધી છે. હવે જલ્દી બધી ઔપચારિકતા પુરી કરી આ બાબતની જાહેરાત કરવામાં આવશે.

આજીવન સભ્ય બનવા તૈયાર

જાણકારી પ્રમાણે જેએસસીએના ઓફર ઉપર ધોનીએ કહ્યું હતું કે હું જેએસસીએનો અભિન્ન અંગ છું. પહેલાથી જ માનદ સભ્ય છું. આનાથી પણ મને કોઈ પરેશાની નથી. છતા જેએસસીએ ઇચ્છી રહ્યું છે તો હું આજીવન સભ્ય બનવા તૈયાર છું.

આ પણ વાંચો - ઋષભ પંતના કારણે ધોની સંન્યાસ નથી લઈ રહ્યો, BCCIએ સમય આપ્યો : રિપોર્ટ

શુક્રવારે ધોનીએ નવી કમિટીના પદાધિકારીઓ અને સભ્યો સાથે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જેએસસીએ સ્ટેડિયમમાં રમાનાર ત્રીજી ટેસ્ટની તૈયારીઓને લઈને પણ ચર્ચાઓ કરી હતી. ધોની સ્ટેડિયમ પરિસરમાં આયોજીત ડીનરમાં સામેલ થયો હતો. આ દરમિયાન તેણે જેએસસીએના સભ્યો સાથે ફોટા પણ પડાવ્યા હતા. આ પ્રસંગે બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી, જેએસસીએના પૂર્વ સચિવ રાજેશ શર્મા, ઉપાધ્યક્ષ અજયનાથ શાહદેવ, સચિવ સંજય સહાય સહિત સ્ટેડિયમનો સ્ટાફ હાજર રહ્યો હતો.(ઇનપુટ - ભુવન કિશોર ઝા)
First published: September 28, 2019
વધુ વાંચો
अगली ख़बर