સામે આવ્યો ધોનીનો નિવૃત્તિ પછીનો પ્લાન, કરશે આ ખાસ કામ

News18 Gujarati
Updated: November 26, 2018, 1:12 PM IST
સામે આવ્યો ધોનીનો નિવૃત્તિ પછીનો પ્લાન, કરશે આ ખાસ કામ
સામે આવ્યો ધોનીનો નિવૃત્તિ પછીનો પ્લાન, કરશે આ ખાસ કામ

એવી અટકળો કરવામાં આવી રહી છે કે ધોની 2019ના વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દેશે

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમનો સભ્ય નથી. એવી અટકળો કરવામાં આવી રહી છે કે ધોની 2019ના વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દેશે. તેથી તેના પ્રશંસકોના મનમાં એક સવાલ છે કે નિવૃત્તિ પછી ધોની શું કરશે? ધોનીએ આ વિશે વિચારવાનું શરુ કરી દીધું છે અને તે ઘણા કામો હાથ અજમાવી રહ્યો છે.

ધોનીએ છત્તીસગઢના ખેલાડીઓ માટે પ્રદેશમાં એક ક્રિકેટ એકેડમી શરુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ માટે ધોનીએ સ્પોર્ટ્સ વિભાગને એક ડ્રાફ્ટ બનાવીને મોકલ્યો છે. રાયપુરમાં શહીદ વીરનારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં એેકેડમી શરુ કરવાને લઈને વાત ચાલી રહી છે. સ્પોર્ટ્સ વિભાગે એમઓયુ પર પોતાની ટિપ્પણી આપ્યા પછી હવે રાજ્ય શાસનને પ્રસ્તાવ મોકલ્યો છે.

આ પણ વાંચો  - ધોની સાથે ભોજપુરી અને તમિલમાં વાત કરે છે પુત્રી ઝીવા, Video વાયરલ

ખેલ અને યુવા કલ્યાણ વિભાગના ડાયરેક્ટર ધર્મેશ સાહુએ જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની તરફથી પ્રસ્તાવ આવ્યો છે. તેની ઉપર નિયમો પ્રમાણે કાર્યવાહી કર્યા પછી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ધર્મેશનું કહેવું છે કે આનાથી પ્રદેશના ખેલાડીઓને ફાયદો મળશે. ધોનીએ પ્રપોઝલ ડાકથી મોકલાવી છે. સ્પોર્ટ્સ વિભાગ પ્રપોઝલને રાજ્ય સરકારને મોકલવાશે. આ પછી રાજ્ય સરકાર અંતિમ નિર્ણય કરશે.

આ પણ વાંચો - લગ્ન પહેલા સાક્ષી હતી બિન્દાસ, મારતી સિગારેટના કસ

મળેલી જાણકારી પ્રમાણે છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (સીએસસીએસ) રાજ્ય સરકાર પાસેથી 90 વર્ષ માટે સ્ટેડિયમને લીઝ પર લેવા જઈ રહ્યું છે. જો સ્ટેડિયમ સીએસસીએસને મળશે તો ધોનીની એકેડમી ખુલવી સંભવ નથી. છત્તીસગઢ સ્પોર્ટ્સ અને યુવા કલ્યાણ વિભાગે ગ્રાઉન્ડને લીઝ પર આપવાની લગભગ તૈયારી કરી લીધી છે. આ પછી સીએસસીએસ અને બીસીસીઆઈના અંડરમાં ગ્રાઉન્ડ હશે. જેથી આંતરરાષ્ટ્રીય મેચ કરાવવાની સંભાવના વધી જશે.
First published: November 26, 2018, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading