IPL પહેલા ધોનીએ દેવડી માતાના કર્યા દર્શન, મા દુર્ગાના લીધા આશીર્વાદ, જુઓ PHOTOS

IPL પહેલા ધોનીએ દેવડી માતાના કર્યા દર્શન, મા દુર્ગાના લીધા આશીર્વાદ, જુઓ PHOTOS
દુર્ગા માતાના દર્શને ગયેલા ધોનીને જોવા ભીડ ઉમટી પડી, તસવીરો થઈ રહી છે વાયરલ

દુર્ગા માતાના દર્શને ગયેલા ધોનીને જોવા ભીડ ઉમટી પડી, તસવીરો થઈ રહી છે વાયરલ

  • Share this:
    રાંચી. IPL 2021 શરુ થવામાં હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) દેવડી માતા (Dewri Mata Temple)ના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. જેની તસવીરો સોશ્યલ મીડિયા (Social Media)માં ખૂબ વાયરલ થઇ રહી છે. ધોની (Dhobi)ના આવવાના સાંભળી તેના ફેન્સ એકઠા થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, IPLની 14મી સીઝનમાં ધોની ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)નું નેતૃત્વ કરશે.

    મહેન્દ્રસિંહ ધોની તેમના બાળપણના મિત્ર સીમત લોહાણી ઉર્ફ ચીટ્ટુ સાથે મંદિરે પહોંચ્યા હતા. જેને લઈને મંદિરે અગાઉથી જ પોલીસ સુરક્ષાનો કાફલો ત્યાં ખડકી દેવાયો હતો. મહત્વનું છે કે, ધોનીની આ મંદિરમાં ખુબ આસ્થા હોવાથી તેઓ અવારનવાર આ મંદિરે માતા દુર્ગા (Durga Goddess)ના દર્શનાર્થે આવે છે.



    આ પણ વાંચો, Instagram પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતો પહેલો ક્રિકેટર બન્યો વિરાટ કોહલી, ICCએ આપી શુભેચ્છા

    IPLની 13મી સીઝનમાં ધોનીનું પ્રદર્શન ખુબ નબળું રહ્યું હતું. ધોની IPL 2020માં 12 મેચોમાં માત્ર 200 રન જ બનાવી શક્યા હતા. જ્યારે તેની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સે પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જણાવી દઈએ કે યુએઈના દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં રમાયેલી IPLની 13મી સીઝનમાં CSKએ 14માંથી માત્ર 6 મેચોમાં જીત મેળવી હતી.

    IPL 2021માં CSKની દમદાર ટીમ

    જોકે, IPL 2021માં CSKમાં કેટલાક નવા ખેલાડીઓ પણ જોડાયા છે. જેમાં મોઇન અલી, ચેતેશ્વર પુજારા, એમ હરિશંકર રેડ્ડી, કે ભગત વર્મા, કૃષ્ણપ્પા ગૌતમ અને સી હરિનિશાંથનો સમાવેશ થાય છે. તો બીજી તરફ IPL સાથે કોરોના સંકટ પણ હાજી યથાવત છે. મુંબઈમાં કોરોનાના વધતા કેસ સાથે BCCI હવે મહારાષ્ટ્ર્રની બહારના સ્ટેડિયમમાં IPLની મેચોના આયોજન વિશે વિચારી રહી છે.

    આ પણ વાંચો, ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદની આ હૉસ્પિટલમાં લીધી કોરોનાની વેક્સીન, આવી રીતે માન્યો આભાર

    એક રિપોર્ટ મુજબ, આ વર્ષે IPL કોલકાતા, ચેન્નાઇ, બેંગલુરુ, અમદાવાદ અને હૈદરાબાદમાં યોજાઈ શકે છે. જ્યારે IPL-14ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની શક્યતાઓ છે. જોકે, હજી સુધી ટુર્નામેન્ટની તારીખો અંગે BCCIએ કોઈ જાણકારી આપી નથી.
    Published by:Mrunal Bhojak
    First published:March 02, 2021, 13:37 pm

    ટૉપ ન્યૂઝ