જ્યારે ધોનીએ તિરંગાને બચાવવા માટે બતાવી કમાલની સ્ફૂર્તિ, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: February 11, 2019, 9:47 AM IST
જ્યારે ધોનીએ તિરંગાને બચાવવા માટે બતાવી કમાલની સ્ફૂર્તિ, વીડિયો વાયરલ
મહેન્દ્રસિંહ ધોની

આ એમએસ ધોનીની 300મી ટી20 મેચ હતી અને આટલી ટી20 મેચ રમનારો પહેલો ભારતીય પ્લેયર બની ગયો છે

  • Share this:
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલી ત્રીજી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ દર્શાવ્યું કે તે ભારતીય તિરંગાને કેટલો પ્રેમ કરે છે. તેણે તિરંગાને જમીનથી અડતા બચાવવા માટે એવી જ સ્ફૂર્તિ દર્શાવી જેવી તે સ્ટમ્પિંગ દરિમયાન દર્શાવે છે. ધોનીના એક પ્રશંસકે તિરંગો લઈને સુરક્ષા વ્યવસ્થાને તોડતા મેદાનમાં આવી ગયો. તે દોડીને ધોનીની પાસે આવ્યો અને તેને પગે લાગવા લાગ્યો.

આ દરમિયાન તેના હાથમાં જે તિરંગો હતો તે જમીનને અડકી ગયો. ધોનીની જેવી આ તરફ ધ્યાન ગયું તેણે ઝડપથી તિરંગો ઉઠાવ્યો અને તેને પોતાના હાથમાં લઈ લીધો. ત્યારબાદ તે ફેન દોડીને મેદાનથી બહાર ચાલ્યો ગયો. આ ઘટના ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન બની.

ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરતાં 212 રન કર્યા. ભારતે જોરદાર ટક્કર આપી પરંતુ તે ચાર રમથી મેચ હારી ગયું. અને એ રીતે સીરીઝ પણ 2-1થી ન્યૂઝીલેન્ડના નામે થઈ ગઈ. ધોની બેટિંગ કંઈ ખાસ સારું પ્રદર્શન ન કરી શક્યો અને ચાર બોલમાં માત્ર બે રન કરી આઉટ થઈ ગયો.

 સ્ટમ્પની પાછળ તેનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ રહ્યું. આ મેચમાં તેણે એક સ્ટમ્પિંગ અને એક કેચ પકડ્યો. તેનું સ્ટમ્પિંગ જોવું જેવું હતું. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે ધોનીએ માત્ર 0.999 સેકન્ડમાં આ સ્ટમ્પિંગ કર્યું.

 Dhoni never keep Flag on his helmet as he had to put it down for sometimes sums up this ❣🙏🏻!!

 આ ધોનીની 300મી ટી20 મેચ હતી અને આટલી ટી20 મેચ રમનારો પહેલો ભારતીય પ્લેયર બની ગયો છે. તેણે અત્યાર સુધી આઈપીએલમાં 175 મેચ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 96 અને બાકી મેચ ચેમ્પિયન્સ લીગમાં રમી છે. 96 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં ધોનીએ 36.85ની સરેરાશથી 1558 રન કર્યા છે. જેમાં બે અડધી સદી સામેલ છે. સ્ટમ્પની પાછળ તેણે 56 કેચ કર્યા છે અને 34 સ્ટમમ્પિંગ કર્યા છે.

આ પણ વાંચો, પહેલીવાર 'આઉટ' અપાયેલા બેટ્સમેનને પેવેલિયનથી પરત બોલાવ્યો
First published: February 11, 2019, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading