નિવૃત્તિની અટકળો વચ્ચે ધોની બોલ્યો - મને જ ખબર નથી ક્યારે નિવૃત્તિ જાહેર કરીશ

News18 Gujarati
Updated: July 6, 2019, 3:36 PM IST
નિવૃત્તિની અટકળો વચ્ચે ધોની બોલ્યો - મને જ ખબર નથી ક્યારે નિવૃત્તિ જાહેર કરીશ
ભારતનો દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે તેવી અટકળોનું બજાર ગરમ

ભારતનો દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે તેવી અટકળોનું બજાર ગરમ

  • Share this:
ભારતનો દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે તેવી અટકળોનું બજાર ગરમ છે. કોઇ કહી રહ્યું છે કે વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાની અંતિમ મેચ પછી તે નિવૃત્તિની જાહેરાત કરી દેશે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે માહી ભારત આવીને ચુપચાપ રીતે રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી દેશે. આવી બધી અટકળો વચ્ચે ધોનીએ આ સવાલનો જવાબ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધોનીએ શ્રીલંકા સામે મેચ પહેલા આ સવાલ પર પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝ ચેનલ એબીપી ન્યૂઝે દાવો કર્યો છે કે ધોનીએ પોતાની નિવૃત્તિના સવાલ પર પ્રથમ પ્રતિક્રિયા તેમને આપી છે. જે પ્રમાણે ધોનીએ કહ્યું છે કે મને પોતાને જ ખબર નથી કે હું ક્યારે નિવૃત્તિ જાહેર કરીશ.

આ પણ વાંચો - ધોનીની આ વાયરલ તસવીર જોઈને ચાહકોએ પણ અનુભવી પીડા!

રસપ્રદ વાત એ છે કે આ ચેનલે એમ પણ બતાવ્યું છે કે ધોનીએ નિવૃત્તિના સવાલ પર મીડિયા ઉપર પણ કટાક્ષ કર્યો હતો. ધોનીએ કહ્યું હતું કે મને નથી ખબર કે હું ક્યારે નિવૃત્તિ લઈશ. જોકે કેટલાક લોકો મને શ્રીલંકાની સામેની મેચ પહેલા જ નિવૃત્ત કરવા માંગે છે. રિપોર્ટ્સ પ્રમાણે ધોનીનું આ નિવેદન ટીમ મેનજમેન્ટ સાથે કોઇ લેવા દેવા નથી. તે ફક્ત મીડિયાને નિશાન બનાવી રહ્યો હતો. જે તેના ભવિષ્ય વિશે સતત ટિપ્પણીઓ કરી રહ્યા છે.

બીસીસીઆઈના એક અધિકારીએ થોડા દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જર્સીમાં ધોની પોતાની અંતિમ મેચ રમી શકે છે અને તે વર્લ્ડ કપ પછી પણ ટીમ સાથે જોડાયેલો રહે તે વાતની સંભાવના ઓછી છે.
First published: July 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...