અબજો રૂપિયાનો માલિક છે માહી, જાણો - કેટલી સંપત્તિ અને કયા-કયા બિઝનેસનો છે માલિક

News18 Gujarati
Updated: August 16, 2020, 3:32 PM IST
અબજો રૂપિયાનો માલિક છે માહી, જાણો - કેટલી સંપત્તિ અને કયા-કયા બિઝનેસનો છે માલિક
ધોની અબજોની સંપત્તિનો માલિક

વર્ષ 2014 અને 2015ના તે એકમાત્ર એથલીટ છે, જેમને ફોર્બ્સના ટોપ 100 એથલીટમાં જગ્યા મળી છે.

  • Share this:
નવી દિલ્હી : 'મે પલ દો પલકા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ'...ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ આ ગીત સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ ગીત ભારતીય ક્રિકેટ ટીમના આ કપ્તાનનું પસંદગીનું ગીત છે. ધોનીના રિટાયરમેન્ટની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ક્રિકેટના મેદાનમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પોતાનું દિમાગ ઠંડુ રાખનાર અને એકદમ ચાલાકી સાથે નિર્ણય લેવાનું જ મહેન્દ્ર સિંહ ધોનીને સૌથી ખાસ ખેલાડીઓના લિસ્ટમાં સામેલ કરે છે. પરંતુ, આ સિવાય એક વસ્તુ છે જે એમએસ ધોનીનો અંદાજ અન્ય ખેલાડીઓ કરતા અલગ રાખે છે. કમાણીના મામલામાં 39 વર્ષિય આ દિગ્ગજ ખેલાડી અન્ય ક્રિકેટર્સના કરતા પણ ઘણો અલગ છે.

GQ India અનુસાર, એમએસ ધોનીની નેટવર્થ લગભગ 750 થી 800 કરોડ છે. તો જોઈએ ક્રિકેટ સિવાય તેમની પાસે અન્ય ક્યાંથી કમાી આવે છે.

સ્પોર્ટિંગ ટીમ - કેપ્ટન કૂલ પણ એ ખેલાડીઓમાં એક છે, જેણે અન્ય પ્રકારના સ્પોર્ટ્સમાં પૈસા લગાવ્યા છે. ક્યારેક ફૂટબોલમાં ગોલકીપરનું સપનું જોનાર ધોની ઈન્ડીયન સુપરલીગ ટીમ ચેન્નાઈ એફસીના માલિક છે. આ સિવાય મોટર વ્હીકલના પેશનને પણ તેણે પોતાના બિઝનેસમાં સામેલ કર્યો છે. આમ તો શાનદાર કાર અને બાઈક્સનું તેની પાસે શાનદાર કલેક્શન છે. પરંતુ આ સિવાય ધોની સુપરસ્પોર્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં માહી રેસિંગ ટીમ ઈન્ડીયાનો માલિક છે. તેઆ ટીમનો એક્ટર અક્કીનેની નાગાર્જુન સાથે પાર્ટનર છે. તેનું આ લિસ્ટ અહીં ખતમ નથી થતું. તે એક હોકી ટીમના પણ માલિક છે. આ ટીમ રાંચીની હોકી ક્લબ રાંચી રેજના નામથી છે.

આ પણ વાંચોરશિયાને નથી કોઈની પરવાહ, શરૂ કરી દીધુ Corona વેક્સીનનું ઉત્પાદન, 20 દેશોએ ઓર્ડર આપ્યા

બ્રાંડ્સ - એમએસ ધોનીને વર્ષ 2016માં એપેરલ બ્રપાંડ સેવેનના બ્રાંડ એમ્બેસેડર બનવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે આ બ્રાંડના ફૂટવિયર કલેક્શનની ઓનરશિપ મેળવી લીધી. આ માટે તે સ્પોર્ટ્સફિટ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ નામથી એક જિમનો પમ માલિક છે. આ કંપની પાસે દેશભરમાં 200થી વદારે જિમ છે.

હોસ્પિટેબિલિટી ઈન્ડસ્ટ્રી - હોસ્પિટેબિલિટી ઈન્ડસ્ટ્રી દ્વારા પણ એમએસ ધોની સારી કમાણી કરે છે. ઝારખંડમાં તેમની એક હોટલ છે, જેનું નામ હોટલ માહી રેઝિડેન્સી છે. આ માત્ર એક છે, તેની કોઈ અન્ય બ્રાન્ચ નથી.એન્ડોર્સમેન્ટ્સ - પોતાના કરિયરની શરૂઆતછી જ ધોની પાસે અનેક એન્ડોર્સમેન્ટ છે. હાલમાં તેની પાસે પેપ્સી, સ્ટાર, ગોડેડી, બોસ, સ્નિકર્સસ, વીડિયોકોન, બૂસ્ટ, ઓરિએન્ટ ઈલેક્ટ્રીક, નેટમેડ્સ જેવી બ્રાંડ સાથે કરાર છે.

ફોર્બ્સ લિસ્ટમાં થઈ ચુક્યો છે સામેલ

સ્પોર્ટ્સ વેબસાઈટ ક્લચ પોઈન્ટ્સ અનુસાર, મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડીયન પ્રીમિયર લીગમાં બીજા નંબરનો સૌથી વધારે કમાણી કરનારો ખેલાડી છે. તેની પાસે ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે 21 લાખ ડોલરનો કોન્ટ્રાક્ટ છે. 24 લાખ ડોલર સાથે વિરાટ કોહલી પહેલા નંબર પર છે. વર્ષ 2014 અને 2015ના તે એકમાત્ર એથલીટ છે, જેમને ફોર્બ્સના ટોપ 100 એથલીટમાં જગ્યા મળી છે. આ દરમિયાન તેની રેન્કિંગ ક્રમશ 22 અને 23 રહી હતી. આ લિસ્ટમાં તેની સૌથી સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 16મા નંબર પરની રહી છે.
Published by: kiran mehta
First published: August 16, 2020, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading