ધોની આર્મીની ટ્રેનિંગ માટે તૈયાર, મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો

ધોની આર્મીની ટ્રેનિંગ માટે તૈયાર, મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો

લેફ્ટિનેન્ટ કર્નલ એમએસ ધોની 106 ટીએ બટાલિયન સાથે 31 જુલાઈથી 15 ઓગસ્ટ 2019 સુધી જોડાશે

 • Share this:
  આર્મીની પેરાશૂટ રેજિમેન્ટમાં ટ્રેનિંગની ખબરો વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો છે. વર્લ્ડ કપ 2019માં સેમિ ફાઇનલમાં પરાજય પછી ધોનીએ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. તે આર્મીમાં ટ્રેનિંગ માટે જવાનો છે.

  38 વર્ષીય ધોનીએ બીસીસીઆઈને કહ્યું હતું કે તે બે મહિના બ્રેક લઈને આર્મીની ટ્રેનિંગ કરવા માંગે છે. આ મુદ્દે ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું હતું કે લેફ્ટિનેન્ટ કર્નલ એમએસ ધોની 106 ટીએ બટાલિયન સાથે 31 જુલાઈથી 15 ઓગસ્ટ 2019 સુધી જોડાશે. નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ધોનીની પોસ્ટિંગ કાશ્મીરમાં વિક્ટર ફોર્સ સાથે થશે. ધોનીએ આ પોસ્ટિંગની માંગણી કરી હતી. જેને આર્મીના મુખ્યાલય તરફથી મંજૂર કરી લેવામાં આવી છે. ધોની પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યૂટી કરશે. તે જવાનો સાથે રહેશે.

  આ પણ વાંચો - પ્રેસ કોન્ફરન્સ નહીં કરે વિરાટ કોહલી, કારણ છે રોહિત સાથેનો ઝઘડો!

  ધોનીને 2011માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલનો માનદ રેન્ક આપવામાં આવ્યો હતો. આર્મીમાં ટ્રેનિંગ પર જતા પહેલા ધોની એક ઇવેન્ટ માટે મુંબઈ પહોંચ્યો હતો. આ દરમિયાન એરપોર્ટ પર તેની તસવીર કેમેરામાં કેદ થઈ હતી.
  Published by:Ashish Goyal
  First published: