ધોનીએ ટોઇલેટમાં સજાવી મહેફીલ, નીચે બેસી આ ગાયકે સંભળાવ્યું ગીત

ધોનીએ ટોઇલેટમાં સજાવી મહેફીલ, નીચે બેસી આ ગાયકે સંભળાવ્યું ગીત

ધોની ટોઇલેટમાં બેસીને ગીત સાંભળી રહ્યો છે. ધોની સાથે પિયુષ ચાવલા અને પાર્થિવ પટેલ પણ છે

  • Share this:
    નવી દિલ્હી : ક્રિકેટના મેદાનથી દૂર એમએસ ધોની (MS Dhoni)ને પ્રશંસકો ઘણા મિસ કરી રહ્યા છે. વર્લ્ડ કપ 2019ની સેમિ ફાઇનલ પછી ધોની ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. તે બહાર હોવા છતા સતત ચર્ચામાં રહે છે. ધોનીનો કોઈના કોઈ વીડિયો કે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ધોનીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે ટોઇલેટમાં બેસીને ગીત સાંભળી રહ્યો છે. ધોની સાથે પિયુષ ચાવલા અને પાર્થિવ પટેલ પણ છે. આ બધા નીચે બેઠા છે.

    વીડિયોમાં ધોની ટોઇલેટમાં બેસેલો જોવા મળે છે અને તેની સામે સિંગર ઇશાન ખાન બેસીને ગીત ગાઈ રહ્યો છે. ઇશાન ખાન સાથે પાર્થિવ પટેલ પણ નીચે બેસેલો જોવા મળે છે. આ પછી પિયુષ ચાવલા પણ નીચે બેસીને ગીત સાંભળવા લાગે છે. ઇશાન ખાન ધોની માટે ‘મેરે મહેબુબ કયામત હોગી’ ગીત ગાઈ રહ્યો છે. આ ગીત પર ધોની ઘણો એન્જોય કરી રહ્યો છે.

    આ પણ વાંચો - સચિન સાથે ફરી ઓપનિંગ કરશે સેહવાગ, જાણો ક્યારે રમાશે દિગ્ગજ ક્રિકેટરોની મેચ



    ધોની જલ્દી ક્રિકેટના મેદાન પર વાપસી કરવાનો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધોની 29 ફેબ્રુઆરીએ ચેન્નાઈ પહોંચશે અને 1 માર્ચથી તે ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરુ કરશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા આવેલા રિપોર્ટ પ્રમાણે ધોની એક માર્ચે કેમ્પમાં પ્રેક્ટિસ કરવા પહોંચશે. બે સપ્તાહ પ્રેક્ટિસ કર્યા પછી 4-5 દિવસની રજા લેશે અને આઈપીએલ પહેલા ચેન્નાઈની ટીમ સાથે જોડાશે. ધોની સાથે સુરેશ રૈના અને અંબાતી રાયડુ પણ પ્રેક્ટિસ કરવા પહોંચશે.
    Published by:Ashish Goyal
    First published: